હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે પોતાની પત્ની અને દીકરીનું માથું વાઢીને તેમનો જીવ લઈ લીધો છે. એટલું જ નહીં પરંતુ આરોપી યુવક પોતાની પત્નીનું માથું લઈને સાસરે પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર લગભગ ઘરથી 200 મીટર દૂર એક પુલ પર પોતાની પત્નીનું માથું મૂકીને ભાગી ગયો હતો.
માથાની નીચે એક ચિઠ્ઠી પણ તેને મૂકી હતી. જ્યારે આરોપી યુવકના ઘરે તેની પત્નીનું ધડ પડ્યું હતું. દીકરીનું માથું ટેબલ પર મૂક્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પત્નીના આડા સંબંધના કારણે પતિએ પોતાની પત્ની અને દીકરીનો જીવ લઈ લીધો. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આરુવાટા ઉભા કરી દેનારી ઘટના બિહારના મધેપુરમાં બની હતી. આજરોજ સવારે આરોપી પતિ પોતાની પત્નીનું માથું લઈને તેના સાસરે ગોઢઈલા ગામ પહોંચ્યો હતો. આરોપી પતિ પત્નીના પિયરના ઘરના 200 મીટર પહેલા એક પુલ પર પત્નીનું માથું મૂકીને ભાગી ગયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા કેટલાક લોકોએ મહિલાનું માથું પુલ ઉપર જોયું હતું.
ત્યારબાદ આ ઘટનાની જાણ થતા આખા ગામમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાની સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસ મહિલાનું માથું લઈને તેના પતિના ઘરે મધેપુરાવાળા માં પહોંચે છે. ત્યારે ત્યાં દીકરીનું પણ મૃતદેહ મળી આવ્યું હતું.
આરોપી પતિ ટ્રેનમાં કંઈક ભાગી ગયો છે. મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 30 વર્ષની હતી અને મૃત્યુ પામેલી દીકરીની ઉંમર 4 વર્ષની હતી. પોલીસની ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી હતી. તેમાં અમુક વિવાદસ્પદ વાતો લખી છે અને સાથે લખ્યું છે કે શાનદાર,જબરદસ્ત.
મૃત્યુ પામેલી મહિલાના પરિવારના લોકોએ જણાવ્યું કે, લગ્ન બાદ નાની મોટી વાતમાં પતિ પત્ની વચ્ચે ઘણા ઝઘડા થતા હતા. પતિ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા કરતો હતો. શંકા છે કે શુક્રવારના રોજ રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય છે. ત્યારબાદ આરોપી પતિએ પોતાની પત્ની અને દીકરીનો જીવ લઈ લીધો હશે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment