બોટાદ જિલ્લાના બરવાળા ના ધંધુકા પંથકમાં થોડાક દિવસ પહેલા લઠ્ઠાકાંડ સર્જાતા અનેક લોકો તેનો ભોગ બન્યા હતા અને અનેક લોકોએ પોતાના પરિવારના મોભી અને દીકરાઓ ગુમાવ્યા છે. આ લઠ્ઠા કાંડમાં મૃત્યુ પામનારના પરિવારજનોની સ્થિતિ અંગે વાસ્તવિક ચિતાર મેળવવા આમ આદમી પાર્ટીના ભાવનગર લોકસભા પ્રમુખ અને પ્રદેશ
પ્રવક્તા ઉમેશભાઈ મકવાણા આ પંથકમાં મૃતકના પરિવારજનોના મુલાકાત લીધી હતી.રાશન કીટના વિતરણ સાથે અતિ જરૂરિયાત મંદ પરિવારના સંતાનને દત્તક લઈ બાળક પાંચ વર્ષનો અભ્યાસ કરે ત્યાં સુધીનો તેનો શિક્ષણ ખર્ચ ઉપાડશે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ કાંડમાં મૃત્યુ પામનારના પરિવારજનોને મળી તેમના દુઃખના ભાગીદાર બની સંવેદનાઓ દર્શાવતા દ્રશ્યો પણ સર્જાયા હતા.
માનવ સેવાના કાર્યમાં હંમેશા તત્પર રહેનાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખરા અર્થમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને મૃત્યુ પામનાર પરિવારજનોની આમ આદમી પાર્ટીના બીજા નેતા અને કાર્યકર્તાઓ જેમકે સમાજના આગેવાન ભોળાભાઈ કોળી અને ધીરુભાઈ ઉપરાંત બોટાદ સંગઠન મંત્રી અને સાગરભાઇ મકવાણા અને
જિલ્લા જોઈન્ટ સેક્રેટરી દેવાંગભાઈ અને અભિષેક ભાઈ અને મયુરીબેન અને ગંગાબેન અને લાલજીભાઈ અને ખુમાનસિંહ અને સુરેશભાઈ અને માધવસિંહ અને વિરેન્દ્રસિંહ અને મનસુખભાઈ અને સવજીભાઈ અને રમેશભાઈ સહિતના બીજા ઘણા પણ આગેવાનોએ મુલાકાત લીધી હતી અને તેઓને સાંત્વના પાઠવી હતી અને આમ આદમી પાર્ટી હમેશા પીડીતોની સાથે જ છે તેઓ આશ્વાસન આપ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment