ભરૂચમાં ઘરની નીચે ઉભેલી એક મહિલા સાથે અચાનક એવું બન્યું કે, મહિલાને સુરતની હોસ્પિટલમાં દાખલ કરવી પડી – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 5:23 pm, Thu, 4 August 22

ભરૂચમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં ત્રીજા માળીની ઇમારતનો કેટલોક ભાગ તૂટીને નીચે ઊભેલી એક મહિલા ઉપર પડ્યો હતો. જેના કારણે નીચે ઉભેલી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ભરૂચના કોટા પારસીવાડમાં જર્જરિત થયેલા મકાનના ત્રીજા માલનો કેટલોક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. આ દરમિયાન ત્યાં ઉભેલી એક મહિલા કાટમાળની નીચે દબાઈ ગઈ હતી. આ ઘટનામાં નીચે ઉભેલી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવી હતી.

ભરૂચ શહેરની વાત કરીએ તો 400 થી પણ વધારે જૂની જર્જરિત થઈ ગયેલી ઇમારતો ભરૂચમાં છે. છતાં વર્ષોથી ભરૂચ પાલિકા માત્ર નોટિસો બજાવી પોતાની કામગીરી નિભાવી રહે છે. ચોમાસામાં વરસાદી માહોલમાં આ મકાનો ધરાશાયી થવાની કે મકાનના અમુક ભાગ તૂટવાની ઘટનાઓ બની રહે છે.

જેમાં અત્યાર સુધીમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હશે. ત્યારે બુધવારના રોજ નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા ખોટા પારસીવાડ વિસ્તારમાં એક ઇમારતનો અમુક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. આ દરમિયાન મકાનમાં નીચે ઊભેલી મહિલા કાટમાળની નીચે દબાઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં નીચે ઉભેલી મહિલાને માથાના ભાગી ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, ત્યાંથી વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પારસીવાડમાં ઇમારત ધરાશાયી થવાની આ ત્રીજી ઘટના બની છે. આ ઘટનામાં સબાના શેખ નામની મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચે હતી સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભરૂચમાં ઘરની નીચે ઉભેલી એક મહિલા સાથે અચાનક એવું બન્યું કે, મહિલાને સુરતની હોસ્પિટલમાં દાખલ કરવી પડી – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*