આજના સમયમાં ઘણા લોકો નાની-નાની વાતને ધ્યાનમાં રાખીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે આપણી સામે બનેલી તેવી જ ઘટના સામે આવી છે. વલસાડના પારડીમાં એક જાણીતી હોસ્પિટલમાં પરિચારિકા તરીકે ફરજ બજાવતી અને શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ શનિવારના રોજ વહેલી સવારે પાંચ માળની બિલ્ડિંગના ધાબા પરથી નીચે ઉતરીને પોતાનું જીવન ટુંકાવ્યું છે.
આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. કયા કારણોસર મહિલાએ પોતાનું જીવન ટુંકાવ્યું તે જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ પ્રેમિલાબેન હતું અને તેમની ઉંમર 44 વર્ષની હતી.
મળતી માહિતી અનુસાર પ્રેમિલાબેન છેલ્લા 18 વર્ષથી એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. પ્રેમિલાબેન પોતાના પતિ મનીષભાઈ અને સાત વર્ષનો દીકરી તેમજ સાસુમા સાથે શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 406 માં રહેતા હતા.
મળતી માહિતી અનુસાર શનિવારના રોજ સવારે લગભગ 6.30 વાગ્યાની આસપાસ બિલ્ડિંગના ધાબા પર ચાલવા જવું છું તેમ કહીને પ્રેમિલાબેન ઘરેથી નીકળી ગયા હતા. અને થોડીક વાર બાદ પ્રેમિલાબેન બિલ્ડિંગના ધાબા પરથી નીચે કોઇને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઇજાગ્રસ્ત હાલતમાં પ્રેમિલાબેનને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પ્રેમિલાબેનને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પ્રેમિલાબેન કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું છે.
તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પ્રેમિલાબેનના મૃત્યુના કારણે સાત વર્ષના દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી મુજબ પ્રેમિલાબેને લગ્ન જીવનના 12 વર્ષ બાદ તેમને સંતાન સુખ મળ્યું હતું. તેમના ઘરે લાડલી દીકરીનો જન્મ થયો હતો. તેમની દીકરી સાત વર્ષની છે અને તે ધોરણ બે માં અભ્યાસ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment