આજે આપણે ખરાબ દિવસોમાં ખૂબ જ પરિશ્રમ કર્યો અને સંઘર્ષ બાદ પ્રશંસક બની તેવી ‘કલ્પના’ વિશે વાત કરીશું કે તેઓ એક ગરીબ દલિત પરિવારમાંથી આવે છે. અને તેમનો જન્મ 1961મા મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના એક નાનકડું ગામ એવું રોપર ખેડામાં થયો હતો. ત્યારે આ મહિલાએ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ખૂબ જ પરિશ્રમ સાથે અને તેણે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરીને એક કરોડોની કંપની બનાવી છે.
જે અત્યંત આશ્ચર્ય જનક વાત કહેવાય અને દીકરી ની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. તેના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો તેમના પિતા કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. અને માત્ર 300 રૂપિયા પગાર હતો. અને તેમાંથી તેમનું ઘર ચાલતું હતું.કલ્પનાના પરિવારની સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તેઓ સરકારી શાળામાં ભણતા હતા. તેમના પિતા દ્વારા કલ્પનાના ખૂબ જ નાની વય એટલે કે 12 વર્ષે લગ્ન કરાવી દીધા હતા અને ખૂબ જ હૃદયસ્પર્શી આવે એવી વાત કરીએ તો કલ્પના સાસરિયે કલ્પનાને ખૂબ જ હેરાન કરી હતી.
ત્યારે કલ્પના ને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે મને એક ટાઈમસર સરખું ખાવા પણ ન આપતા હતા. જ્યારે તેમની ઉંમર 16 વર્ષની થઈ ત્યારે તેઓ મુંબઈ તેના કાકા પાસે મદદ માટે ગયા, ત્યારે કલ્પના સીવણ ક્લાસ વિશે સારું એવું જ્ઞાન જાણતી હોવાથી તેણે એક મિલમાં નોકરી કરવાનું ચાલુ કર્યું અને તેમાંથી તે રોજગારી મેળવતી હતી.
ત્યારે થોડા દિવસો પછી દોરાને કાપવાનું કામ શરૂ કર્યું હતું અને તેમાંથી તેમને તેમનો આત્મવિશ્વાસ પાછો આવી ગયો હતો અને વાત કરીએ તો તેવા મશીન ચલાવીને મહિને અઢીસો રૂપિયા કમાતા હતા. તેઓ રોજ એક ટાર્ગેટ બનાવીને કાપડની મિલમાં કામ કરતા હતા અને તે કામ પૂર્ણ કરતા હતા.
તેમણે વ્યવસાય વિશે જાણતી હોવાથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક “મહાત્મા જ્યોતિબા ફુલે” સ્કીમ હેઠળ 50000 રૂપિયાની લોન લીધી હતી અને ત્યારબાદ 22 વર્ષની ઉંમરે તેમણે પોતાનો ફર્નીચર નો વ્યવસાય શરૂ કર્યો હતો. તેમાં તેમને સફળતા મળી હતી. ત્યારે તેઓએ ધીમે ધીમે ઘણા બધા વ્યવસાય શરુ કર્યા. અંતે કલ્પના વર્ષ 2000થી એક કંપની બનાવવા માટે લડાઈ લડી રહી હતી.
તેની સફળતા તેને વર્ષ 2006માં પ્રાપ્ત થઈ અને ઈન્ડસ્ટ્રીઝની માલિક બની. હા એ વાત સાચી કે કોઈ પણ વ્યવસાય કરીએ તો તેમાં નફો-નુકસાન થતા હોય છે. એમાં પણ તેમણે સામનો કરીને આજે કમાની ટ્યુબ્સ 500 કરોડથી વધુ કંપનીઓ બનાવી દીધી છે. આ વાત અત્યંત સફળતા ભરી વાત કહી શકાય.
એટલું જ નહીં પરંતુ કલ્પના સરોજને વર્ષ 2013માં “પદ્મશ્રી” એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. અને ભારતીય મહિલા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમનો સમાવેશ ભારત સરકારે કર્યો હતો, ત્યારબાદ KS creation, કલ્પના builder એન્ડ ડેવલપર્સ, કમાની stills, કલ્પના એસોસિએટ્સ જેવી અનેકો કંપનીના માલિક બની ગયા છે. ત્યારે એક મહિલા ધારે તો શું ના કરી શકે એ આ કલ્પના એ સાબિત કરી બતાવ્યું છે અને કોઈપણ મુશ્કેલીઓથી હારી ન જઇને તેનો સામનો કરીને આગળ વધો એ જ સાચી સફળતા છે તે પણ કલ્પના સરોજિની સાબિત કરી બતાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment