સાળંગપુરમાં હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ તૈયાર, 7 કિલોમીટર દૂરથી પણ દેખાશે આ મૂર્તિ – જાણો વધુ માહિતી…

Published on: 9:43 am, Sat, 23 April 22

મિત્રો આપ સૌ જાણતા જ હશો કે કષ્ટભંજન દેવ સાળંગપુર કે જેની તમે ઘણી વાર મુલાકાત પણ લીધી હશે. ત્યારે આજે આપણે એ જ સાળંગપુર વિશે વાત કરીશું કે જ્યાં હવે ફરીથી તમે દિવાળીના આસપાસની સમયે જશો ત્યારે તમને સાળંગપુરથી 7 કિલોમીટર દુરથી તમને એક હનુમાનજીની વિરાટ મૂર્તિના દર્શન થશે.

ત્યારે અચૂક આ સાળંગપુર મંદિરની મુલાકાત લેશો. જેમાં હાલ કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં 54 ફૂટ ઉંચી એક વિરાટ હનુમાનજી ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. જેની હાલ કામગીરી ચાલી રહી છે. હાલ એક પ્રોજેક્ટ અંતર્ગત સાળંગપુરની શોભા વધે તે માટે ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં 30 હજાર કિલો વજનની અને પંચધાતુની મૂર્તિ બનાવવામાં આવી છે.

હરિયાણાના ગુરુ બ્રહ્મા દ્વારા હાલમાં બની રહી છે અને તૈયાર થતાંની સાથે જ તેમણે ‘સાળંગપુર કિંગ ઓફ’ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત સ્થાપિત કરવામાં આવશે. વિસ્તૃતમાં વાત કરીએ તો આ મંદિરની પાછળ આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 135000 સ્ક્વેરફુટ વિસ્તાર આવરી લેવામાં આવશે.

ત્યાં અનેક મૂર્તિ ની ડિઝાઇનો અને માર્ગદર્શન મુજબ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારે કુંડળના જ્ઞાનજીવનદાસ સ્વામી દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે મુજબ જ્યારે પ્રોજેક્ટ પૂર્ણ થશે, ત્યારે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી અને વડતાલ ના બોર્ડ ના સાથ સહકારથી સંતો દ્વારા પણ દાદાની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવશે.

આ મૂર્તિ નું નામ “કિંગ ઓફ સાળંગપુર” એ માટે રાખવામાં આવ્યું છે, કે આ પ્રોજેક્ટ કે જેનું નામ “કિંગ ઓફ સાળંગપુર” જે શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામી આપ્યું છે અને જ્યારે તમે આ મૂર્તિના દર્શન કરશો અચૂક નવાઈ લાગશે અને સાત કિલોમીટર દૂર થી પણ તમે આ સાળંગપુર સ્થિત પ્રોજેક્ટ અંતર્ગત “કિંગ ઓફ સાળંગપુર” ના દર્શન થશે.

આ મૂર્તિ બનાવનાર ની વાત કરીએ તો તેઓ નરેશભાઈ કુમાવત જેઓ આગામી ૨૪ સપ્ટેમ્બરથી લોકો આ મૂર્તિઓના દર્શન કરી શકશે. ત્યારે તમે હાલ તેના ફોટા જોઈ શકો છો જે અત્યંત આધુનિક કલાકારીગરી દેખાઈ રહી છે, જે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે,ત્યારે તમે પણ આ સાળંગપુરની મુલાકાત લેજો અને આ “કિંગ ઓફ સાળંગપુર” દર્શન કરશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સાળંગપુરમાં હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ તૈયાર, 7 કિલોમીટર દૂરથી પણ દેખાશે આ મૂર્તિ – જાણો વધુ માહિતી…"

Leave a comment

Your email address will not be published.


*