ભયાનક બે ભૂકંપથી આખું તાયવાન હચમચી ગયું..! મોટી-મોટી બિલ્ડીંગોના ભાંગીને ભૂક્કો થઈ ગયો, વજનદાર ટ્રેન પણ ડગમગી ગઈ… જુઓ વિડિયો

મિત્રો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાઇવાનના દક્ષિણ પૂર્વ કિનારી આજરોજ એક ભયંકર ભૂકંપ આવ્યો છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી હતી. ભૂકંપ આવ્યો તે પહેલા એક નાનો અમથો આંચકો લાગ્યો હતો.

આ ભૂકંપ તાઈવાનના તાઈતુંગ શહેર થી લગભગ 50 કિલોમીટર દૂર ઉત્તરમાં આવ્યો હતો. આ ભૂકંપે ચારેય બાજુ તબાહી મચાવી દીધી હતી. ભૂકંપ આવ્યા બાદ જાપાને તાઇવાન નજીક સ્થિત ટાપુઓમાં સુનામી આવશે તેવી ચેતવણી જાહેર કરી છે. સ્થાનિક સમય અનુસાર બપોરે 2.44 કલાકે ભૂકંપના આજકાલનો અનુભવ થયો હતો.

ભૂકંપ આવતા જ લોકો પોતાનો જીવ બચાવવા માટે ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપમાં ભારે નુકસાન થયું હોય છે. સેન્ટ્રલ ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે યુેલી શહેરમાં એક બિલ્ડીંગ ને સારું એવું નુકસાન થયું છે.

હાલમાં તો જાનહાની ના કોઈ પણ સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપની ઘટના બની આ બાદ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તંત્રની ટીમ કામગીરી ઉપર લાગી ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે તાઇવાન ભૂકંપની સંભાવનાઓ ધરાવે છે.

કારણ કે આ ટાપુ બે ટેકનિકલ પ્લાન્ટના જંકશનની નજીક છે. મિત્રો તાઇવાનમાં હંમેશા ભૂકંપનો જોખમ રહે છે. મિત્રો તાઇવાન માં આવેલા આ ભૂકંપમાં ઘણી બધી બિલ્ડીંગો ધરાસાઈ થઈ ગઈ છે. ઘણા બધા રોડ રસ્તાઓ પણ વિખરાઈ ગયા છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ ભારે નુકસાન થયું છે.

આ ઘટનામાં હજુ સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહનીના સમાચાર સામે આવ્યા નથી. આ ભૂકંપના ઘણા વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાઇવાન માં 17 સપ્ટેમ્બર ના રોજ 6.6 તીવ્રતા નો ભૂકંપ આવ્યો હતો. અને આજરોજ પણ ત્યાં ભૂકંપ આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*