કોઈની મહેનતનું ખાતા પહેલા ચેતી જજો..! કડિયાને માલિકે મહેનતના પૈસા ન આપ્યા તો, કડિયાએ ગુસ્સામાં આવીને માલિકની મર્સિડિઝ કાર સાથે એવું કર્યું કે…જુઓ વિડિયો

Published on: 3:32 pm, Sun, 18 September 22

મિત્રો થોડા દિવસ પહેલા નોઈડામાં એક ચોક આવનારી ઘટના બની હતી. એક ઘરની સામે ઊભેલી મર્સિડિઝ કારમાં પેટ્રોલ છાંટીને એક વ્યક્તિએ કારને આગ લગાવી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે બાઈક પર આવેલા એક યુવકે આ કામ કર્યું હતું.

આ સમગ્ર ઘટના બન્યા બાદ કારના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. માલિકે પોલીસ સ્ટેશનમાં કહ્યું કે, અમારા ઘરમાં ટાઇલ્સ લગાડવાનું કામ જે વ્યક્તિએ કર્યું હતું તે જ વ્યક્તિએ કારને આગ લગાવી છે. મળતી માહિતી અનુસાર આગ લગાવનાર વ્યક્તિને કારના માલિક પાસેથી અઢી લાખ રૂપિયા લેવાના બાકી હતા.

આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે કારમાં આગ લગાવનાર રણવીર નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. મિત્રો સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, હેલ્મેટ પહેરેલો એક બાઈક સવાર બોટલમાં રહેલું પેટ્રોલ કારના બોનેટ ઉપર છાંટે છે.

ત્યાર પછી આગ લગાવે છે અને ઘટના સ્થળેથી બાઈક લઈને ફરાર થઈ જાય છે. આ ઘટનામાં કારણે કોઈ મોટું નુકસાન થયું નથી. કારણ કે બોનેટ પર લાગેલી આગ જાતે જ બુજાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આરોપી રણવીર એક વેન્ડર છે. જે ટાઇલ્સ લગાવવાનું કામ કરે છે.

તેને આયુષ ચૌહાણ નામના વ્યક્તિના ઘરમાં ટાઇલ્સ લગાવવાનું કામ કર્યું હતું. ગામ પૂરું થઈ ગયું છતાં પણ આયુષ ચૌહાણ એ રણવીરને પૂરા પૈસા આપ્યા ન હતા. આ વાતને લઈને રણવીરને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેને આયુષ ચૌહાણની મર્સિડીઝ કારમાં આગ લગાવી દીધી.

તેવું તારણ કાઢવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર અંદાજે ત્રણથી ચાર મહિના આયુષ ચૌહાણ રણવીર ને પૈસા માટે લબડાવતો હતો. જેનાથી રણવીર ખૂબ જ ગુસ્સે થઈ ગયું અને તેને આયુષ ચૌહાણની કાર ઉપર પોતાનો ગુસ્સો ઉતાર્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કોઈની મહેનતનું ખાતા પહેલા ચેતી જજો..! કડિયાને માલિકે મહેનતના પૈસા ન આપ્યા તો, કડિયાએ ગુસ્સામાં આવીને માલિકની મર્સિડિઝ કાર સાથે એવું કર્યું કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*