આપણા ગુજરાતમાં લોક ડાયરા નું ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે ગુજરાતીઓને ડાયરાનો કાર્યક્રમ ખૂબ જ પસંદ આવે છે અને એમાંય સૌરાષ્ટ્રની ધરતી પર ડાયરા ના કાર્યક્રમો ખૂબ વધારે થાય છે.ગુજરાતમાં ઘણા એવા કલાકારો પણ છે કે જેઓ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત થઈ ચૂક્યા છે અને પોતાની નામના મેળવી છે જેવા કે કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, માયાભાઈ આહીર,દેવાયત ખવડ જેમના કાર્યક્રમોમાં સૌ કોઈ લોકો રમઝટ બોલાવે છે.
આ બધા કલાકારોના કાર્યક્રમમાં નોટોનો પણ વરસાદ થતો હોય છે. એવામાં જ હાલ આપણે વાત કરીશું તો ગુજરાતના તમામ લોકોના મુખે બોલાઈ રહ્યું નામ એટલે કમાભાઈ કે જેઓ મૂળ કોઠારીયા ગામના વતની છે અને તેઓ ડાયરાકિંગ તરીકે ઓળખાતા કીર્તિદાન ગઢવીના બધા કાર્યક્રમોમાં સાથે લઈ જતા હોવાથી હાલ તો તે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે.
હાલ તો સમગ્ર ગુજરાતમાં અને ગમે તે જગ્યાએ ડાયરાના કાર્યક્રમો હોય અને કલાકારો હોય ત્યાં કમાભાઈ ની હાજરી જરૂર હોય છે. એટલું જ નહીં પરંતુ નવાઈની વાત તો એ કે હવે જ્યાં જ્યાં કમાભાઈ હાજરી આપે છે ત્યાં તેઓ તેમની સાથે બોડીગાર્ડ પણ રાખે છે. એવામાં જ હાલ વાત કરીશું તો રાજભા ગઢવીનો એક ડાયરા નો કાર્યક્રમ યોજાયો હતો.તે દરમિયાન કમાભાઈએ તેના જીવનની વાત કરી હતી.
આ કમાભાઈ કે જેઓ કોઠારીયા ગામના વતની અને તેઓ થોડાક મંદ બુદ્ધિના હોવાથી તેમના પરિવારજનોને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કમાને ભજન ને લઈને વધુ રસ જાગશે. એવામાં જ કમા ને એવી ક્યાં ખબર હતી કે તે દેશ-વિદેશમાં પ્રખ્યાત થઈ જશે.
આ કમાભાઈ રાજભા ગઢવી નો સંતવાણી નો કાર્યક્રમ હતો તે દરમિયાન કમાભાઈએ રસીયો રૂપાળો પર ડાન્સ કર્યો હતો.જેને લઈને સૌ કોઈ લોકોએ તેમના પર નોટોનો વરસાદ વરસાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ કમાભાઇને જે કઈ રૂપિયા મળે છે તે પોતાના ગામમાં આવેલી ગૌશાળામાં દાનમાં આપી દે છે.
હાલ તો કમાભાઈના ચાહકો પણ વધી ગયા છે અને જે જગ્યાએ લોક ડાયરાનું આયોજન હોય ત્યાં તેઓની હાજરી પાક્કી. આ કમાભાઈ હાલ તો દેશ-વિદેશમાં પ્રખ્યાત થઈ ગયા અને ગુજરાતમાં તો હર એક ઘરમાં જાણીતા બની ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment