ભારે ઠંડી અને ધુમ્મસ વચ્ચે રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ઠંડી વધવાની શક્યતા છે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે ઠંડી ને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.
રાજ્યનું 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. નલિયા બાદ સૌથી ઓછુ તાપમાન ગાંધીનગર નું 10 ડિગ્રી નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ડીસામાં ઠંડીનો પારો 10.5 ડીગ્રી જ્યારે અમદાવાદમાં ઠંડીનો પારો 11.6 ડિગ્રી પર પહોંચ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ હજુ પણ કોલ્ડ વેવની આગાહી છે અને આગામી બે-ત્રણ દિવસમાં હજુ પણ ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે. અન્ય શહેરોની વાત કરવામાં આવ્યો હતો વડોદરામાં 13.8 ડિગ્રી,સુરતમાં 15.6 ડિગ્રી.
વલસાડમાં 11 ડિગ્રી, અમરેલીમાં 10.2 ડિગ્રી જયારે ભુજમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી હવાઈ અને ટ્રાફીકને મોટી અસર પહોંચી હતી. કાશ્મીરમાં બરફ વર્ષાથી એક CRPF અધિકારી અને એક વૃદ્ધાનું મૃત્યુ નિપજયું છે.
બીજી તરફ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડયા હતા. જમ્મુમાં 50.1 મીમી વરસાદ વરસ્યો હતો.દાઢી ધ્રૂજાવી દે તેવી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી મોટી આગાહી, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ પડશેે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment