એક માલધારી વડીલે મેહુલ બોધરાના સમર્થનમાં કરેલી વાતનો વિડીયો વાયરલ…વીડિયો જોઈને તમે જ કહો આ વ્યક્તિની વાત સાચી છે કે ખોટી…

થોડાક દિવસ પહેલા સુરતના સરથાણા વિસ્તારમાં એડવોકેટ મેહુલ બોઘરા પર TRB સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો મેહુલ બોઘરાના સમર્થનમાં રોડ ઉપર ઉતરી આવ્યા હતા.

ત્યારે મેહુલ બોગરાના સમર્થનમાં આવતીકાલે સુરતના તમામ વકીલો કોર્ટ થી કલેકટર કચેરી સુધી રેલી કાઢશે. સુરતમાં વકીલ મેહુલ બોઘરા પર થયેલા જીવલેણ પ્રહારના મામલે હાઈકોર્ટમાં દાખલ કરાયું છે. આવતીકાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ સુરતના તમામ વકીલો કોર્ટ સંકુલથી કલેકટર કચેરી સુધી રેલી કાઢશે.

એડવોકેટ મેહુલ બોધરાને ન્યાય અપાવવા માટે હાઇકોર્ટ બાર એસોસિએશનની મદદ લેવાશે. આ સમગ્ર ઘટનામાં 9 જેટલા TRB જવાનોને છૂટા કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ એડવોકેટ મેહુલ બોઘરા ઉપર જાહેરમાં જીવલેણ પ્રહાર કરવાના મામલે કોર્ટ 20 ઓગસ્ટના રોજ આરોપી સાજન ભરવાડના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસ દ્વારા સાત દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે હાલમાં એક માલધારી વડીલ મેહુલ બોધરાના સમર્થનમાં કરેલી વાતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડીલે વીડિયોમાં વાત કરતા જણાવ્યું કે, મારું નામ અમરશીભાઈ કમાભાઈ સોહના છે. માલધારી સમાજને જણાવવાનું છે કે સુરતમાં મેહુલભાઈ બોઘરા સાથે જે કંઈ ઘટના બની તે આપણા સમાજ સાથે નથી બની તે ભ્રષ્ટાચાર સાથે બની છે.

આ બાબતે માલધારી સમાજને કોઈનો વિરોધ કરવાનો નથી. વડીલે વધુમાં વાત કરતા જણાવ્યું કે, આપણે બધાને હળી મળીને જ રહેવાનું છે. બીજા બધા ગમે તે કરે પરંતુ માલધારી સમાજને મનમાં લેવાનું નથી. અને આપણે કોઈપણ સમાજનો વિરોધ પણ નથી કરવાનો. વડીલે વધુમાં જણાવ્યું કે, મેહુલભાઈ સાથે જેને આ કાર્ય કર્યું છે તેની સાથે મેહુલભાઈ લડશે. આપણે કોઈની સાથે લડવાનું નથી અને આપણે કોઈની સાથે બગાડવાનું નથી.

વડીલે વધુમાં વાત કરતા જણાવ્યું કે, મેહુલભાઈ સાથે મેં રૂબરૂમાં ચર્ચા કરી છે. વડીલે જાણે આવ્યું કે મેહુલભાઈનું કહેવું છે કે હું માલધારી સમાજના વિરુદ્ધમાં નથી. એટલા માટે માલધારી સમાજના કોઈપણ લોકોને ખોટું લગાડવું નહીં. હું કાયદાકીય રીતે લડું છું અને મારું કામ હું કરીશ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*