રેતીમાં ક્રિકેટ રમતી ગામડાની દીકરીનો વિડીયો થયો વાયરલ, ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પણ કર્યા વખાણ… જુઓ વાયરલ વિડિયો…

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વારંવાર વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ રમતી એક દીકરીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો રાજસ્થાનમાં પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા બાડમેર જિલ્લાના નાનકડા ગામ શેરપુરા છો.

અહીં રણની રેતીમાં ક્રિકેટ રમતી 15 વર્ષની દીકરીનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ધૂમ મચાવી રહ્યો છે. રવિવારના રોજ સાંજના સમયે બાડમેરના એક ટ્વીટર યુઝરે મૂમલ નામની છોકરીનો ક્રિકેટ રમતો વિડીયો એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો.

માત્ર થોડીક જ કલાકોમાં દીકરીનો આ વિડીયો સમગ્ર દેશભરમાં વાયરલ થઈ ગયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે ક્રિકેટ જગતના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પણ આ બાળકીનો વિડીયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરીને બાળકીની આવડતને બિરદાવી હતી.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકી એક અલગ અંદાજમાં આજે ક્રિકેટ રમતી જોવા મળી રહે છે. જાણવા મળી રહ્યો છે કે 15 વર્ષની બાળકી બેટિંગની સાથે બોલિંગમાં પણ કુશળ છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકી રેતીના રણમાં ચારેય દિશામાં ચોગ્ગા અને છગ્ગા મારતી જોવા મળી રહે છે.

માત્ર 36 સેકેન્ડના આ વિડીયો હજારો લોકોનું દિલ જીતી લીધું છે. લોકો દીકરીના મન મૂકીને કોમેન્ટ બોક્સમાં વખાણ કરી રહ્યા છે. દીકરીને ક્રિકેટ રમવાની સ્ટાઇલએ જોઈને લોકોને ભારતની ટીમના ટી-ટ્વેન્ટીના નંબરમાં બેસ્ટમેન સૂર્યકૂમાર યાદવની યાદ આવી ગઈ છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો હજારોની સંખ્યામાં સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*