રાજ્યમાં આગામી વિધાનસભા 2022 ની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ ગઇ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા
ની આજે વરણી થયા બાદ જ ભરતસિંહ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ખોડલધામના શરણે જઈ રહ્યા છે.તેનાથી મોટા તર્ક વિતર્ક સર્જાશે છે અને અહીં પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલ ધામ ના ચેરમેન નરેશ પટેલ સાથે પણ મુલાકાત કરશે.
ભરતસિંહ ખોડલધામ ખાતે દર્શન કરશે અને ત્યારબાદ નરેશ પટેલ સાથે મહત્વની બેઠક યોજશે. ગુજરાત વિધાનસભાની સમયા વિધિ પ્રમાણે આગામી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી છે ત્યારે તમામ રાજનીતિક પક્ષો પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે.
એવામાં ભરતસિંહ ની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે.હજુ 5 થી 6 મહિના પહેલાં ખોડલધામ થી લાગણી અને માંગણી વ્યક્ત કરાઇ હતી કે,2022 ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર જ હોય. ગુજરાતમાં નિવેદન પર ઘણા બધા તર્ક-વિતર્ક થયા.
ઓગસ્ટ ની મધ્યમાં પાટીદાર સમાજનો સરદારધામ કાર્યક્રમ રૂપાણી સરકારનો આખરી જાહેર કાર્યક્રમ બની રહ્યો. નરેશ પટેલના નિવેદન બાદ કેન્દ્રના મોવડી મંડળ 2022 ની માંગણીને ત્રણ જ મહિનામાં પૂર્ણ કરી હતી.
હવે પ્યુન થી પાર્લામેન્ટ સુધી સમાજનો વ્યક્તિ વાળી વાત ગત મહિને કરવામાં આવી છે. ભરતસિંહ અને નરેશ પટેલ ની મુલાકાત કેવા’ગુલ’ ખીલાવશે તે જોવું રસપ્રદ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment