ભાજપે નંદીગ્રામ ના ધારાસભ્ય અને કયારેક મમતા બેનર્જી ના સાથી રહેલા શુભેન્દુ અધિકારી ને વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે પસંદ કર્યા છે.શુભેન્દુ અધિકારી એ વિધાનસભામાં ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામ સીટ થી 1956 મતે હરાવ્યા હતા.
પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય ટ્વિટ કરીને કહ્યું કે, આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય દળની બેઠક માં નંદીગ્રામ થી ધારાસભ્ય શુભેન્દુ અધિકારીને સર્વાનુમતે.
ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે અને આ તકે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા. મહત્વનું છે.
કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રથમ વાર મુખ્ય વિપક્ષી પાર્ટી બન્યું છે. ફૂલ 292 સિટોમાંથી TMC 213 સીટ પર જીત મેળવી હતી. ભાજપના ખાતા 77 બેઠકો આવી છે જ્યારે અન્ય બે સીટ મળી હતી.
ભાજપ જ્યારે પશ્ચિમ બંગાળમાં વિપક્ષ તરીકે ઉભરી આવી છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment