આજરોજ ભાજપ દ્વારા અમદાવાદ, ભાવનગર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મેયર પદ સહિતના પદાધિકારીઓની નામોની જાહેરાત કરવામાં આવી હતી અને ચૂંટણી સમયે ઉમેદવારોના લિસ્ટ ની જેમ જ મેયર પદના નામો જાહેર કરાતા આંતરિક વિરોધ સામે આવ્યો છે.
ભાવનગરમાં વર્ષાબા પરમાર ની મેયર ન બનાવતા તેઓ રડી પડ્યા હતા અને જીતુભાઈ વાઘાણી પર ગંભીર આરોપ લગાવ્યા હતા.ભાવનગરના મેયર માં જે બેન નું નામ ચાલતું હતું તે વર્ષાબા પરમારને મેયર ના બનાવતા.
વર્ષાબા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા હતા. વર્ષા બા એ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જીતુભાઈ વાઘાણી ના ઇશારે મારું નામ કપાયું છે. આ બેઠક સામાન્ય મહિલા માટે હતી પરંતુ બક્ષીપંચ ને મેયર બનાવી મારી સાથે અન્યાય કર્યો છે.
તેવો આરોપ લગાવ્યો છે.આ ઉપરાંત આગામી દિવસોમાં રાજીનામું આપવાની ચીમકી પણ વર્ષાબા ઉચ્ચારી હતી.ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા ની વરણી કરવામાં આવી છે.
અને BMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા તેમજ શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ ની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કૃણાલ શાહ ભાવનગર ના ડેપ્યુટી મેયર બન્યા છે અને દંડક નેતા તરીકે પંકજ સિંહ ગોહિલ ની વરણી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment