પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા ના પ્રવાસ વચ્ચે અમેરિકાના પ્રેસિડેન્ટે કોરોના રસી પર મોટું નિવેદન આપ્યું છે.બાઈડેને કહ્યુ કે 2022 એટલે કે આગામી વર્ષ સુધીમાં ભારતમાં કોરોના રસી ના ઓછામાં ઓછા એક અબજ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.અહી જણાવવાનું કે રસીની અછતના લઈને અનેક વાર ફરિયાદો મળી ચૂકી છે.
અમેરિકાથી આવેલી આ ખબર ચોક્કસ પણે રાહત આપનારી છે.જો રસીનું ઉત્પાદન વધશે તો રસીકરણ ની ગતિ પણ વધશે.WION વેબસાઇટમાં છપાયેલા એક અહેવાલ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારત, જાપાનની કવાડ પાર્ટનરશીપ 2022 સુધી ભારતમાં કોરોના રસી ના ઓછામાં ઓછા એક અબજ ડોઝ ના ઉત્પાદનના રસ્તે છે.
વર્ચ્યુઅલ સમિતિમાં બોલતા બાઇડેને કહ્યું કે કોરોના મહામારી ને હરાવવા માટે એક સાથે કામ કરવાથી વધુ જરૂર કઈ નથી.અમે કવાડ પાર્ટનરશિપ હેઠળ રસીના વધુમાં વધુ ઉત્પાદન પર ભાર મૂકી રહ્યા છીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે ભાગીદાર દેશો, દવા કંપનીઓ અને અન્ય નિર્માતાઓ સાથે કામ કરી રહ્યા છીએ જેથી કરીને તેઓ પોતાના દેશોમાં સુરક્ષિત અને અત્યાધિક પ્રભાવી રસિનું ઉત્પાદન અને નિર્માણ કરવાની પોતાની ક્ષમતા વધારી શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment