સરકાર બંધ કરી શકે છે સિલિન્ડર પર મળતી સબસિડી,આટલા રૂપિયા સુધી પહોંચી શકે છે સિલિન્ડર ના ભાવ

Published on: 3:04 pm, Thu, 23 September 21

મોંઘવારીના બોજ થી જનતા પહેલેથી જ પરેશાન છે.આગામી દિવસોમાં સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગી શકે છે. ટૂંક સમયમાં ગ્રાહકોને ગેસ સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર એલપીજી સિલિન્ડર ની સબસીડી બંધ કરી શકે છે.

આવી પરિસ્થિતિમાં ગ્રાહકોએ ગેસ સિલિન્ડર માટે વધુ પૈસા ચૂકવવા પડશે.રિપોર્ટ અનુસાર, સરકારના એક આંતરિક મૂલ્યાંકન થી જાણવા મળ્યું છે કે ગ્રાહકો એક સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે. આ સંદર્ભમાં સરકાર સિલિન્ડરની સબસિડી અંગે બે વલણ અપનાવી શકે છે.

વર્તમાન સમયમાં જેમ ચાલી રહ્યું છે તેમ ચાલવા દે છે.અથવા તો આર્થિક રીતે નબળા ગ્રાહકોને ઉજ્વલા યોજના હેઠળ સબસીડી આપવામાં આવશે. હાલમાં સરકારે સબસીડી વિશે કંઇ સ્પષ્ટ કર્યું નથી.નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2020-21 માં સરકારે ગ્રાહકોને સબસિડી તરીકે 3559 કરોડ રૂપિયા આપ્યા હતા.

જ્યારે અગાઉના નાણાકીય વર્ષ 2019-20 માં આ આંકડો 24,468 કરોડ રૂપિયા હતો.આ રીતે એક વર્ષમાં સરકારે સબસિડીમાં લગભગ છ ગણો ઘટાડો કર્યો છે.હાલમાં જે ગ્રાહકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા છે,તેમને સિલિન્ડર પર સબસિડીનો લાભ મળતો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સરકાર બંધ કરી શકે છે સિલિન્ડર પર મળતી સબસિડી,આટલા રૂપિયા સુધી પહોંચી શકે છે સિલિન્ડર ના ભાવ"

Leave a comment

Your email address will not be published.


*