આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે રાયપુરના દેવપુરી વિસ્તારમાં દીકરાની નજર સામે પિતાનું જીવ લઈ લેવામાં આવ્યો છે. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના સોમવારના રોજ રાત્રે બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
આ ચોંકાવનારી ઘટના દેવપુરીના મેડિકલ કોમ્પલેક્ષની છે. 48 વર્ષીય મનોજભાઈ નામના વ્યક્તિ લિફ્ટર તરીકે કામ કરતા હતા. મનોજભાઈ દવાના વેપારી દિલીપભાઈની દુકાનમાં લિફ્ટ લગાવી હતી. ત્યારે દિલીપભાઈને દુકાનમાં લિફ્ટ બગડી જાય છે. દિલીપભાઈ લેપટોપ રીપેરીંગ માટે મનોજભાઇને બોલાવે છે.
ત્યારે મનોજભાઈ પોતાના 18 વર્ષના દીકરા કૃણાલ સાથે લિફ્ટ રીપેરીંગ કરવા માટે પહોંચે છે. ત્યારે દિલીપ ભાઈના બે દીકરાઓ મનોજભાઈ સાથે માથાકૂટ કરવા લાગે છે. બંને દીકરાઓ મનોજભાઇને કહે છે કે તમે લિફ્ટ હલકી ગુણવત્તાવાળી લગાવી છે.
ત્યારે મનોજભાઈ અને તેના પુત્ર કૃણાલને દિલીપભાઈના બંને દીકરાઓનો વિરોધ કર્યો હતો. માથાકૂટ ઉગ્ર બનતા દિલીપભાઈના બંને દીકરાઓ મનોજભાઈ પર પ્રહાર કરવાનું શરૂ કરે છે. મનોજભાઈ પર બંને દીકરાઓ એટલા પ્રહાર કર્યા કે મનોજભાઈનું કરૂણ મૃત્યુ થઈ ગયું.
આ સમગ્ર ઘટના પોલીસ સુધી પહોંચી હતી. ત્યારબાદ બંને આરોપીઓએ કૃણાલ અને મનોજભાઇને ખાનગી હોસ્પિટલની બહાર મૂકીને ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસે દિલીપભાઈના બંને દીકરાઓ સામે ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment