હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાણીથી ભરેલા ખાણમાં નહાતી વખતે બે સગા ભાઈઓ ડૂબી ગયા છે. આ કારણસર એક સાથે બંને સગા ભાઈઓના કરુણ મૃત્યુ થયા હતા. બંને ભાઈઓના મૃત્યુના કારણે પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થળે મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંને બાળકોના મૃત દેહને પાણીમાંથી બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે બંનેના મૃતદેહને હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ અકસ્માતના પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટના ગુરૂવારના રોજ અજમેર જિલ્લાના બ્યાવર રાવલા બળીયા ગામમાં બની હતી.
આ ઘટનામાં 10 વર્ષીય અરબાઝ ખાન અને 7 વર્ષીય આરીફ ખાન નામના બે ભાઈઓના એક સાથે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. બંને ભાઈઓ ગુરૂવારના રોજ શાળાએ ગયા હતા. જ્યારે બપોરે રિસેસનો ટાઈમ પડ્યો ત્યારે બંને ભાઈઓ ઘરે આવવાની જગ્યાએ શાળા પાસે આવેલી જૂની ખાણમાં ભરાયેલા પાણીમાં નાહવા માટે ગયા હતા.
આ દરમિયાન બંને ભાઈઓ ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા અને પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘણો સમય થઈ ગયો છતાં પણ બંને ભાઈઓ ઘરે પરત ફરિયા નહીં. તેથી પરિવારના લોકોએ બંને બાળકોની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન સંબંધીએ બંને બાળકોના કપડા અને તેના સ્કૂલબેગ ખાણની પાસે પડેલા જોયા હતા. ત્યા
રબાદ ખાણમાં શોધખોળ કરવામાં આવી ત્યારે બંને બાળકોના મૃતદેહ ખાણમાંથી મળી આવ્યા હતા. આ ઘટના બનતા જ ગામમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંને બાળકોના મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે મૃતકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. મોટો ભાઈ ધોરણ-4માં અભ્યાસ કરતો હતો અને નાનો ભાઈ ધોરણ-2 માં અભ્યાસ કરતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment