પાટીલ ભાવુુ ની રેલી નો સાચો રંગ હવે લાગ્યો,એક પછી એક ને કોરોના લાગવા મંડ્યો

કોરોના કાળમાં ભાજપને રેલી રાખવાનું હવે ભારે પડી રહ્યું છે. સી આર પાટીલ ના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન ગરબા ના ગીત ઉપર નાચતા સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીને કોરોના થયા બાદ ભાજપના વધુ બે આગેવાનોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ભાજપમાં ફફડાટ મચી ગયો.

માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશ મકવાણા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના યુવા મોરચા ના પ્રભારી સત્ય દીપ સિંહ પરમાર પણ કોરોના માં સકડાયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના મહામંત્રી 22 ઓગસ્ટે ભાજપની યોજાયેલી રેલી લીંબડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

આ રેલીમાં તેમની સાથે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી કિરીટ રાણા પણ જોવા મળ્યા હતા. ચોટીલા અને લીંબડી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના સ્વાગત માટે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ જગદીશ મકવાણા જિલ્લા ભાજપ મહામંત્રી હોવાને કારણે બધી જ જવાબદારીઓ તેમના ઉપર હોય છે એટલે વારંવાર બધા લોકોના સંપર્કમાં આવતા દરેક લોકોના માં કફડાટ ફેલાયેલો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*