ટ્રક રોંગ સાઈડમાં ધુસીયો, ત્યાંથી પસાર થઈ રહેલી રિક્ષાને લગાવી જબરદસ્ત ટક્કર – અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે શેખપુરા અને નાલંદા જિલ્લાની સરહદ પર બનેલી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ઝાડ નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માત હરગવાન મોર પાસે થયો હતો.

અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા હતા. ઉપરાંત છ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

અકસ્માતમાં કુલ 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય ચાર લોકોની હાલત ખુબ જ ગંભીર છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં નાલંદા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અકસ્માત બન્યા બાદ મોટી સંખ્યામાં ગામ લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા અને રસ્તો બ્લોક કરી દીધો હતો. આટલું જ નહીં પરંતુ લોકોએ ગુસ્સામાં આવીને ઓટો રીક્ષાને ટક્કર લગાવનાર ટ્રકને પણ સળગાવી દીધો હતો.

સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી છે. મૃતકના પરિવારજનોને અકસ્માતની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

આ અકસ્માતમાં 30 વર્ષીય મહિલા સ્નેહલતા કુમારી, 45 વર્ષીય મહિલા બન્ની ખાતૂન, 28 વર્ષીય મોન્ટુ પાસવાન અને 17 વર્ષીય ગોવિંદ કુમારનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*