નાતાલ અને 31 ડિસેમ્બર ને લઈને અમદાવાદ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું,આ સમયે સાચવીને રહેજો નહીંતર…

Published on: 10:39 am, Wed, 22 December 21

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમદાવાદીઓને અલગ નિયમો પાળવા જરૂરી છે. નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડતા કહેવામાં આવ્યું છે

કે 24 ડિસેમ્બર થી રાત્રે 11:55 થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી છે. એ સમય સિવાય જો કોઈ ફટાકડા ફોડશે તો પોલીસ કાર્યવાહી કરશે સાથે જ ઉજવણીમાં ચાઈનીઝ તુક્કલ અને આતશબાજી બલુન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી ચાર કે તેથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી આ જાહેરનામુ લાગુ કરવામાં આવશે.

કોરોના મહામારી અને તહેવારોને પગલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જાહેર સ્થળો પર સભા, સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.

જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ગુજરાતના 8 મહાનગર પાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યા થી 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ યથાવત્ રહેશે. આ માર્ગદર્શિકા 31 ડિસેમ્બર સુધી અમલી રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નાતાલ અને 31 ડિસેમ્બર ને લઈને અમદાવાદ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું,આ સમયે સાચવીને રહેજો નહીંતર…"

Leave a comment

Your email address will not be published.


*