બાઈક પર કામ અર્થે જઈ રહેલા એક જ ગામના બે યુવકોને ટ્રેલરે લીધા અડફેટેમાં, બંનેના કરૂણ મૃત્યુ…

મંગળવારના રોજ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં પુરપાટ ઝડપે જતાં એક ટ્રેલરે બાઈક પર સવાર બે યુવકોને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ કારણોસર એકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

જ્યારે એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેને પણ મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બનારસ રોડના અમ્બીકાપુરથી લગભગ 20 કિલોમીટર દૂર બની હતી. આ અકસ્માતની ઘટનામાં બે યુવકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

જેમાંથી એકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા યુવકને પોલીસની મદદથી એમ્બ્યુલન્સમાં અમ્બીકાપુર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 26 વર્ષીય યોગેશ અને 22 વર્ષીય કમલનું કરૂણ મૃત્યુ થયું છે. બંને અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં એમ.આર તરીકે કામ કરતા હતા. બંને એક જ ગામના રહેવાસી હતા. ત્યારે મંગળવારના રોજ સવારે યોગેશ અને કમલ એક જ બાઈક પર કામ પર જવા માટે નીકળ્યા હતા.

ત્યારે રસ્તામાં એક ટ્રેલરે તેમને અડફેટેમાં લીધા હતા. આ કારણોસર બંનેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*