તલાવડીમાં ડૂબી જવાના કારણે બે સગા ભાઇઓના એકસાથે કરૂણ મૃત્યુ, સમગ્ર રબારી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું…

ગુજરાતમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે સગા ભાઈઓએ એક સાથે પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના રાપર તાલુકાના કીડીયાનગર ગામ પાસે આવેલ લખમણની તલાવડીમાં મંગળવારના રોજ સવારે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ બની હતી. અહીં બે ભાઈઓના આકસ્મિક રીતે ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર બન્ને ભાઈઓ પોતાના ધેટા બકરાને તલાવડીમાં નવડાવતા હતા. આ દરમિયાન મોટા ભાઈનો પગ લપસે છે અને તે પાણીમાં ડુબવા લાગે છે. મોટાભાઈને ડૂબતા જોઈને નાનાભાઈ તેને બચાવવા માટે પાણીમાં પડે છે. પરંતુ બંને ભાઈઓ ખબર નહી ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા, આ કારણોસર બંને પાણીમાં ડૂબી ગયા હતા.

તેથી બંનેના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. આ ઘટના બનતા જ સમગ્ર રબારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર મંગળવારે સવારે ગામની પાસે આવેલી લખમણની તલાવડીમાં ગામમાં બે ભાઈઓ પોતાના ઘેટા બકરાના ધણ સાથે ગયા હતા. મળતી માહિતી અનુસાર ઘેટા પરનું ઉન કતરવાનું હોવાથી 35 વર્ષીય નાગજીભાઈ મુરાભાઈ રબારી તળાવના કિનારે ઘેટાને નવડાવવા માટે ઉતર્યા હતા.

આ દરમિયાન નાગજીભાઈનો પગ લપસે છે અને તેઓ તળાવમાં લપસીને પડે છે. નાગજીભાઈને ડૂબવા જોઇને તેમના નાના ભાઈ હેમાભાઈ તેમને બચાવવા જાય છે. પરંતુ આ દરમિયાન બંને સજાવ્યો તળાવમાં ડૂબી જાય છે. આ કારણોસર બંનેના કરૂણ મૃત્યુ થયા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના બન્યા બાદ બંને ભાઈઓના ધેટાં તળાવથી એક કિલોમીટર દૂર ચાલ્યા ગયા હતા. આ દરમિયાન ગામના એક યુવકે ઘેટાને એકલા જોયા હતા. ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ ગામના લોકોને કરી હતી. ગામના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તળાવમાં ઉતરીને બંને ભાઈઓની શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન તળાવમાંથી બંને ભાઈઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાના સમાચાર સાંભળીને મૃતકના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ગામના લોકોમાં પણ શોખનું મોજું ફરી વળ્યું હતું. બે સગા રબારી ભાઈઓના મૃત્યુ થતાં રબારી સમાજમાં પણ માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*