લાડલી દીકરીના લગ્નની વિદાય પહેલાં જ પિતાનું કરૂણ મૃત્યુ, દીકરી સાસરે ગઈ અને પરત આવીને પિતાના અંતિમ સંસ્કાર કર્યા – આ દ્રશ્ય જોઈને તમામ લોકો રડી પડ્યા…

આપણી સમક્ષ ‌આજે એક ર્હદયસ્પર્શી ઘટના સામે આવી છે કે જે સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જશો. ત્યારે એક પુત્રીએ તેના લગ્નના દિવસે જ તેના બીમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વિદાય આપી હતી. જે ખૂબ જ દુઃખદ ભરી વાત કહેવાય.

ત્યારે પુત્રીએ સાસરીયા થી પરત આવીને અન્ય બે બહેનો સાથે પોતાના પિતાની ચિતા અને અગ્નિદાહ આપ્યો. આ કરૂણ ઘટના વાલીયા તાલુકાના ગીઝરમ ગામેથી સામે આવી હતી. જેમાં હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા એવા જશવંતસિંહ માંગરોલાની બીમાર પથારીએ હતા.

જેમને ત્રણ દીકરીઓ કોમલ, રોશની, ડોક્ટર શિવાની છે. વાત કરવામાં આવે તો આ ત્રણ દીકરીઓ પૈકી એક દીકરી ડોક્ટર શિવાનીના લગ્ન મંગળવારના રોજ નિર્ધાર્યા હતા. તેના પિતા જશવંતસિંહની તબિયત બરાબર ન હોવાથી દીકરી શિવાનીના લગ્નની વિદાય પહેલા જ પિતા સ્વર્ગવાસ થઈ ગયા હતા અને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો.

પરિવારજનોની ભારે હૈયે પિતાની અંતિમ ઇચ્છા મુજબ વિદાય આપી હતી અને ત્યારબાદ તેમની દીકરી સાસરે ગઈ હતી અને તરત જ પિતાને અગ્નિદાહ આપ્યો ત્યારે સૌ કોઈ લોકોની આંખો ભીની થઈ ગઈ.અને રૃદનભર્યું દ્રશ્ય સર્જાયું હતું અને આવી ભારે હૈયે ત્રણેય બહેનોએ પિતાનો અગ્નિદાહ કર્યો.

પિતાની અંતિમ ઇચ્છા મુજબ ત્રણે દીકરીઓ એ પિતાની અંતિમ વિધિમાં હાજર રહી મુખાગ્નિ આપી હતી અને ગૌરવ ભરી વાત કહેવાય કે આ શિક્ષિત કુટુંબો રાજપૂત સમાજને પ્રેરણારૂપ બની છે.

અને સમાજમાં એક નવો દાખલો બેસાડયો છે કે આજના જમાનામાં હવે એવી પરંપરા રહી નથી કે માત્ર દીકરો જ અંતિમ વિધિમાં હાજર રહી શકે હાલ દીકરીઓ પણ અંતિમ વિધિમાં હાજર રહી મુખાગ્નિ આપતી નજરે પડે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*