માછલીઓને ખવડાવવા ગયેલા યુવકનું તળાવમાં ડૂબી જતા કરુણ મોત… 4 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 23 વર્ષના યુવક સાથે કંઈક એવું બન્યું કે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે યુવક દરરોજની જેમ માછલીઓને ખાવાનું ખવડાવવા માટે તળાવ પાસે ગયો હતો. અહીં તે બહાર ઉભો રહીને માછલીઓને ખાવાનું આપી રહ્યો હતો.

ત્યારે અચાનક જ તેનો પગ લપસ્યો હતો અને તે તળાવમાં પડી ગયો હતો. જેના કારણે યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના રાજસ્થાનમાં ગઈકાલે સાંજના સમયે પાલી જિલ્લામાં બની હતી.

મૃત્યુ પામેલો યુવક દરરોજ તળાવમાં માછલીઓને ખવડાવવા જતો હતો. દરરોજની જેમ તે ગઈકાલે પણ માછલીઓને ખવડાવવા માટે તળાવ પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન અચાનક જ તેનો પગ લપસ્યો હતો અને તે પાણીમાં પડી ગયો હતો. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યાં સુધીમાં તો યુવક પાણીની અંદર ડૂબી ગયો હતો.

પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યાર પછી પોલીસે તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યું હતું અને આ ઘટનાની જાણ મૃતક યુવકના પરિવારજનોને કરી હતી. દીકરાના મોતના સમાચાર મળતા જ હસતા ખલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો યુવક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

તેના લગ્ન થઈ ગયા હતા. યુવકના મૃત્યુના કારણે એક ચાર વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. યુવકના મોતના સમાચાર મળતા જ તેની પત્ની આઘાતમાં સરી પડી હતી અને રડી રડીને તેની હાલત ખરાબ થઈ ગઈ છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*