હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મિત્રો સાથે ફરવા ગયેલા એક યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે ઉમરપાડાના દેવઘાટ પર ફરવા ગયેલા ભરૂચ જિલ્લાના ચાર યુવાનો પૈકી એક યુવકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર યુવક પોતાના મિત્રો સાથે પાણીમાં મોજ મસ્તી કરી રહ્યો હતો.
ત્યારે અચાનક જ તે પાણીમાં ડૂબી ગયો હતો અને ગુમ થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે તરવૈયાઓની મદદથી પાણીમાં યુવકની શોધખોળ શરૂ કરી દીધી હતી. લગભગ 24 કલાક બાદ યુવકનું મૃતદેહ પાણીમાંથી મળી આવ્યું હતું.
વિગતવાર વાત કર્યો તો ભરૂચ જિલ્લાના ચાર યુવાનો ઉંમરપાડાના દેવઘાટ ખાતે ફરવા માટે ગયા હતા. અહીં ત્રણ યુવાનો ધોધમાં નાહવા માટે પડ્યા હતા. ત્યારે અહીં અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો જેના કારણે ધોધમાં મોજ મસ્તી કરતા યુવકો ડૂબવા લાગ્યા હતા.
ત્યાર પછી તો સ્થાનિક ગામના લોકોએ ધોધમાર ડૂબી રહેલા ત્રણ યુવાનોમાંથી બે યુવાનોને બચાવી લીધા હતા. પરંતુ એક યુવાનને તેઓ બચાવી શક્યા ન હતા અને તે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. પાણીમાં ડૂબી ગયેલા યુવકનું નામ ભૌતિક ઝઘડિયા તાલુકાના અવિધા ગામનો વતની હતો.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી ફાયર ફાઈટરની ટીમ દ્વારા પાણીમાં યુવકની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. લગભગ 24 કલાક બાદ ભૌતિકનું મૃતદેહ પાણીમાંથી મળી આવ્યું હતું. ભૌતિક ના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment