આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામી રહેલા સુરતમાં સપ્તાહમાં બેથી વધુ બ્રેઈન્ડેડ વ્યક્તિના પરિવારજનો અંગદાન કરે છે. સુરતમાં મિત્રના બર્થ ડે ની ઉજવણીમાં સેલ્ફી લેતી વખતે પહેલા માળેથી નીચે પટકાયેલા યુવકને ઈજા થતાં બ્રેઈન્ડેડ થયો હતો. તેની આંખ અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું જેથી ચાર લોકોને નવજીવન મળ્યું છે. મૂળ ચિત્રકૂટ ના વતની અને સુરત શહેરના નવાગામ ડીંડોલીમાં આવેલા અશ્વિની પાર્કમાં ભૈયાલાલ મિશ્રા પરિવાર સાથે રહે છે.
તેમનો પુત્ર નીરજ મિશ્રા 17મી જુલાઈના રોજ સાંજે 5:00 વાગ્યે ભેસ્તાન વિસ્તારમાં આવેલી સૂર્યોદય સ્કૂલની સામે આવેલા એસએમસી ના શોપિંગ સેન્ટરમાં મિત્રની બર્થ ડે ની ઉજવણી કરવા ગયો હતો. એ સમયે મોબાઇલ ફોનમાં સેલ્ફી લેતી વખતે નીચે પટકાયો હતો, જેથી તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ચાર દિવસની સારવાર બાદ 21 મેના રોજ સવારે ન્યુરોસર્જન ડોક્ટર જય પટેલ તથા ન્યુરો ફિઝિશિયન ડોક્ટર કેયુર પ્રજાપતિ આર.એમ.ઓ ડોક્ટર કેતન નાયક અને ડોક્ટર નિલેશ કાછડીયાએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ સિવિલ ના ડોક્ટર નિલેશ કાઉન્સેલર નિર્મલા કાથુડ, ગુલાબી મિશ્રા પરિવારને અંગદાન નું મહત્વ સમજાવ્યું હતું. નીરવ પરિવારનો એકનો એક દીકરો હતો અને તેના પિતા લુમ્સ ના કારખાનામાં કામ કરી રહ્યાં છે.
લુમ્સના કારીગર પિતા ભયાલાલ મિશ્રાએ સંમતિ આપતા બ્રેઈન્ડેડ નીરજની આંખ અને બંને કિડની નું દાન સ્વીકારવામાં આવ્યું હતું. એમાં આંખ આઈ બેંક નવી સિવિલ હોસ્પિટલ તથા કિડની અમદાવાદની હોસ્પિટલમાં એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ થશે. સિવિલ હોસ્પિટલના સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ અને સિક્યુરિટી સ્ટાફ ના પ્રયાસો થકી અંગદાન સફળ બન્યું હતું.
સુરત શહેર ની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 24 કલાકમાં બીજું સફળ અંગદાન થયું છે. સિવિલ ની તબિયત અને પેરામેડિકલ ટીમના સફળ પ્રયાસોના પરિણામે દર અઠવાડિયે એક થી બે અંગદાન થઈ રહ્યા છે. શહેરમાં દિન પ્રતિદિન અંગદાન પ્રત્યે વધી રહેલી જાગૃતતા ને પરિણામે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે 35 મો અંગદાન થયું છે. સુરતના પાંડેસરા વિસ્તારના અપેક્ષા નગરમાં રહેતા 47 વર્ષીય દીપકભાઈ લીમજે પાંડેસરામાં સંચા ખાતામાં કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા.
20 જુલાઈના રોજ બપોરે 2:00 વાગ્યે જમ્યા પછી બહાર ખાડી પાસે ગયા હતા ત્યાં ચક્કર આવતા પગ લપસી જવાથી પડી ગયા હતા. ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. 22 તારીખે બે વાગ્યે બ્રેઈનડેડ જાહેર કરાયા હતા, દીપકભાઈ ના પરિવારમાં પત્ની કલ્પનાબેન, પુત્ર હર્ષ તથા મનીષ છે. જેઓને સોટોની ટીમના ડોક્ટર નિલેશ કાછડીયા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા તથા કાઉન્સેલર નિર્મલા કાથુડ એ અંગદાન નું મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી હતી, બ્રેઈન્ડેડ દિપકભાઈની બંને કિડની લીવર અમદાવાદની આઈ.કે.ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment