મિત્રો આ વર્ષે તો સમગ્ર દેશભરમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. અને હજુ પણ ઘણી જગ્યાએ એવી છે જ્યાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે બનેલી એક દુર્ઘટના સામે આવી છે. મુઝફફર નગરમાં સતત બે દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે એક મકાનની છત પડી ગઈ હતી.
આ ઘટનામાં કાટમાળમાં 4 બાળકો સહિત 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 2 બાળકોને ગંભીર ઈજા પહોંચી હોવાના કારણે તેમના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અન્ય 3 લોકોને સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મીમલાણા ગામમાં ગુડલક બેન્ક્વેટ હોલ પાસે આસ મોહમ્મદ નામના વ્યક્તિનું કાચું મકાન છે.
શુક્રવારના રોજ રાત્રે આસ મોહમ્મદ પોતાની પત્ની અને બાળકો સાથે ઘરમાં સૂતો હતો. ત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. મોડી રાત્રે ધોધમાર વરસાદની વચ્ચે અચાનક જ મકાનની છત તૂટીને નીચે પડી હતી. જેના કારણે રૂમમાં સુઈ રહેલા આસ મોહમ્મદના ચાર બાળકો અને તેની પત્ની કાટમાળને નીચે દબાઈ ગયા હતા.
આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું. ઘટના સ્થળે પહોંચ્યા બાદ બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. કાટમાળની નીચે દબાયેલા 5 લોકોને જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને આસ મોહમ્મદ એ કહ્યું કે, એક બાળકી સહિત બે બાળકોનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનામાં 11 વર્ષીય સના અને 16 વર્ષીય શોએબનું મૃત્યુ નિપજ્યું છે.જ્યારે 21 વર્ષીય સાનુ, 6 વર્ષીય કુલસુલ અને આસ મોહમ્મદની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં તેમની સારવાર જિલ્લાની હોસ્પિટલમાં ચાલી રહી છે.
બે બાળકોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને આસ મોહમ્મદે જણાવ્યું કે, હું મજૂરી કામ કરું છું મેં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાન મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ કોઈ કારણોસર મારું ફોર્મ રદ કરી દેવામાં આવ્યું હતું. જો મને પાકું મકાન મળી ગયું હોત તો આજે મારા બાળકો જીવતા હોત.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment