અમદાવાદમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. અમદાવાદમાં ઘરની પાસે રમી રહેલા ભાઈ-બહેનને એક બેકાબૂ કાર ચાલકે અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં બહેનનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
આ ઘટના અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રમત ગમત સંકુલના ગેટ પાસે બની હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર ખોખરા માં રમત ગમત સંકુલની બહાર આવેલી વસ્તીમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો શનિવારના રોજ સવારે પોતાના ઘરની બહાર રમી રહ્યા હતા.
ત્યારે રમત ગમત સંકુલ ઇન્સ્ટ્રક્ટરે પુરપાટ ઝડપે પોતાની કાર સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે ઘરની બહાર રમી રહેલા બે માસુમ બાળકો કારની અડફેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં 4 વર્ષીય આયુષી દત્તાણી નામની બાળકીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
આ દ્રશ્યો જોયા બાદ આસપાસ ઉભેલા લોકોએ બૂમાબૂમ કરી હતી. તેના કારણે કાર ચાલકે પુરપાટ ઝડપે કાર રીવર્સમાં લીધી હતી અને ત્યારે પાછળ ઉભેલા આયુષીના પાંચ વર્ષીય ભાઈ આદિત્યને કારે અડફેટે લીધો હતો. આ ઘટનામાં આદિત્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના બન્યા બાદ લોકોએ કારમાંથી કાર ચાલકને બહાર નીકળવાનું કહ્યું હતું પરંતુ તે કારમાંથી બહાર નીકળ્યો નહીં.
તેને કારમાંથી જ પોલીસને ફોન કરી દીધો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. ચાર વર્ષની દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment