હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મંગળવારના રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ ગંગા નદીમાં સ્નાન કરતી વખતે એક નવપરિણિત મહિલાનું પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મૃત્યુ પામેલી મહિલાનું નામ ખુશી કુમારી હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. આ ઘટના ભાગલપુરના સુલતાનગંજમાં અજગાયબીનાથ ગંગાઘાટ પર બની હતી. મૃત્યુ પામેલી મહિલા ઝારખંડની રહેવાસી હતી. મળતી માહિતી અનુસાર ખુશી ગંગા નદીમાં સ્નાન કરવા માટે પોતાના પરિવારજનો સાથે ગંગાઘાટ પર પહોંચી હતી.
આ દરમિયાન પરિવારના સભ્યો ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા. ત્યારે પરિવારના ત્રણ સભ્યો ગંગા નદીના ઊંડા પાણીમાં ઉતરી જવાના કારણે ડૂબવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોએ બે લોકોને બચાવી લીધા. પરંતુ સ્થાનિક લોકો નદીમાં ડૂબી રહેલી ખુશીને બચાવી શક્યા ન હતા.
પરિવારના સભ્યોની સામે ખુશી ગંગા નદીમાં ડૂબી ગઈ. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના ભાઈએ જણાવ્યું કે, બહેનને ગંગા નદીમાં સ્નાન કરવા ગઈ હતી આ દરમિયાન તે ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આ ઉપરાંત SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ગંગા નદીમાં ખુશીના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. ખુશીનું મૃત્યુ તથા પરિવારમાં માતમ છવાઈ રહ્યો હતો. મળતી માહિતી અનુસાર 22 એપ્રિલના રોજ ખુશીના લગ્ન થયા હતા.
લગ્નના કારણે બંને પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ આ ઘટના બનતા જ બંને પરિવારમાં માતમ છવાઇ ગયો છે. દીકરીનું મૃતદેહ હજુ પણ મળી આવ્યું નથી. હજુ પણ નદીમાં દીકરીના મૃતદેહની શોધખોળ ચાલુ છે. દીકરીનું મૃત્યુ થતાં પરિવાર પાડી ભાંગ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment