રોડની સાઈડમાં ચાલીને ઘરે જઈ રહેલા વ્યક્તિને બેકાબૂ કારે લીધા અડફેટેમાં – જાણો સમગ્ર ઘટના

Published on: 3:11 pm, Tue, 10 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે રોડની બાજુમાં ચાલી રહેલા યુવકને પુરપાટ ઝડપે જતી એક કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો. ભોષ મોટો થઇ ગયા બાદ આજરોજ સવારે યુવાનના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના મોડી રાત્રે માંડવર રોડ પર બની હતી. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રાજેન્દ્રભાઈ હતું અને તેમની ઉંમર પચાસ વર્ષની હતી. મળતી માહિતી અનુસાર રાજેન્દ્ર ભાઈ રાત્રિના સમયે પોતાના બીજા મકાન પર સુવા માટે પગપાળા જઈ રહ્યા હતા.

આ દરમિયાન એક બેકાબૂ કારે રાજેન્દ્રભાઈને અડફેટેમાં લીધા હતા. કારની અડફેટેમાં આવી જવાના કારણે રાજેન્દ્ર ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે ઈજાગ્રસ્ત થયેલા રાજેન્દ્રભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં ડોક્ટરે રાજેન્દ્ર ભાઇને મૃત જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર અકસ્માત બને ત્યાર બાદ કારચાલક ભાગવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ પોલીસે તેનો પીછો કરીને થોડેક દૂર જઈને કાર ચાલકને પકડી લીધો હતો. રાજેન્દ્ર ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રોડની સાઈડમાં ચાલીને ઘરે જઈ રહેલા વ્યક્તિને બેકાબૂ કારે લીધા અડફેટેમાં – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*