હાલમાં બનેલી કરુણ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબી જવાના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. કચ્છનું એક પરિવાર હરિદ્વાર યાત્રામાં ગયું હતું. ત્યારે આ પરિવાર સાથે કરૂણ ઘટના બની હતી. નખત્રાણા તાલુકાના લાખીયારવિરાના 19 વર્ષનો યુવક હરિદ્વાર ખાતે ગંગા નદીમાં સ્નાન કરવા માટે ઉતાર્યું હતું.
આ દરમિયાન ગંગા નદીના ઉંડા પાણીમાં ડૂબી જવાના કારણે યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ ઘટના શનિવારના રોજ બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
ત્યાર બાદ નદીમાં યુવકના મૃતદેહની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ રવિવારના રોજ યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. શનિવારના રોજ 19 વર્ષીય કલ્પેશ નરેશભાઈ ડુંગરાણી નામનો યુવક હરિદ્વારના સપ્તર્ષિ ગંગાઘાટ પર સ્નાન કરવા માટે ગંગા નદીમાં ઉતર્યા હતા.
આ દરમ્યાન ગંગા નદીના જોરદાર પ્રવાહમાં કલ્પેશ ગંગા નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. કલ્પેશ પોતાના પરિવારજનો સહિત અન્ય યાત્રિકો સાથે હરિદ્વાર પહોંચ્યો હતો. આ ઘટના બન્યા બાદ ગંગા નદીમાં ડૂબી ગયેલા કલ્પેશ શોધખોળ ચાલુ હતી.
બીજા દિવસે રવિવારના રોજ પોલીસે બપોરના સમયે ગંગા નદી માંથી કલ્પેશ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે કલ્પેશના મૃતદેહને કબજે લઇને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધું હતું. પોસમોટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું છે.
સોમવારના રોજ કલ્પેશ ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલો કલ્પેશ ત્રણ બહેનોનો એકનો એક ભાઇ હતો. કલ્પેશના મૃત્યુના કારણ પરિવાર અને પાટીદાર સમાજમાં માતમ છવાઇ ગયો હતો. કલ્પેશ ની અંતિમ યાત્રામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment