24માં માળેથી નીચે પડતા 17 વર્ષના વિદ્યાર્થીનું કરુણ મોત… જાણો વિદ્યાર્થી સાથે એવું તો શું બન્યું હશે…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 24માં માળેથી નીચે પડી જવાના કારણે ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીનું મોત થયું છે. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના આજરોજ સવારે લગભગ સાડા છ વાગ્યાની આસપાસ ગ્રેટર નોઈડામાં ગૌર સૌંદર્યમ સોસાયટીમાં બની હતી.

ઘટનાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૃત્યુ પામેલ યુવક ઘણી વખત રાત્રે ચોરી છુપકે પોતાના મિત્રોને મળવા માટે જોતો હતો. મિત્રને મળવા માટે તે બાલ્કનીનો ઉપયોગ કરતો હતો. એવી શંકા છે કે તે રાત્રે બાલ્કની માંથી પોતાના ઘરની બાલકનીમાં આવતો હતો. ત્યારે તેનો પગ લપસ્યો હશે અને તે ઉપરથી નીચે પડ્યો હશે. આ ઉપરાંત સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડના એંગલથી પણ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ઉપરાંત મૃત્યુ પામેલા વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

પોલીસને આજરોજ સવારે સાડા છ વાગ્યાની આસપાસ આ ઘટનાની માહિતી મળી હતી. સોસાયટીના સુપરવાઇઝરે પોલીસને જણાવ્યું હતું કે ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીનું 24માં માળેથી નીચે પડી જવાના કારણે મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ પ્રણવ હતું. તે ગાઝિયાબાદની જયપુરિયા સ્કૂલમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. મૃત્યુ પામેલા પ્રણવના પરિવારજનોએ જણાવ્યું કે, ઘણીવાર તેમનો દીકરો પ્રણવ મોડી રાત્રે પરિવારને જાણ કર્યા વિના તેના મિત્રોને મળવા માટે જતો હતો.

પોતાના મિત્રોને મળવા માટે તે બાલ્કનીનો ઉપયોગ કરતો હતો. એવી આશંકા છે કે મોડી રાત્રે મિત્રોને મળ્યા બાદ તે બાલકની માંથી પરત આવતો હશે. ત્યારે તેનો પગ લપસ્યો હશે અને તે 24માં માળેથી નીચે પડી ગયો હશે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા વિદ્યાર્થીના મિત્રોની પૂછપરછ શરૂ કરી દીધી છે અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*