હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ નદીમાં નાહવા ગયેલા 3 ભાઈઓના ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ધોલપુર રાજધાટ ગામમાં બની હતી. આ ઘટના બનતા જ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ 3 સગાભાઇઓ ચંબલ નદીમાં ન્હાવા માટે ગયા હતા. બપોર સુધી ત્રણેય ભાઈઓ ઘરે પરત ન ફરતા તેથી પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન નદી કિનારે ત્રણેય બાળકોના કપડા જોવા મળ્યા હતા.
તેથી નદીમાં ડૂબી જવાનું અનુમાન પરિવારજનોએ લગાવ્યું હતું અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. નદીમાં બાળકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે લગભગ બે વાગ્યાની આસપાસ ત્રણેય બાળકોના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા હતા.
આ ઘટનામાં 10 વર્ષીય રોહિત, 8 વર્ષથી ચીરાગ અને 6 વર્ષીય કાન્હાનું કરૂણ મૃત્યુ થયું છે. ત્રણેય સગા ભાઈઓ હતા. ત્રણેય ભાઈઓ તેમના મામાના ઘરે રહેવા આવ્યા હતા. ચંબલ નદીમાં ન્હાવા ગયા ત્યારે ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે ભાઈઓના કરો મૃત્યુ થયા હતા.
પરિવારજનોએ ભાઈઓની શોધખોળ શરૂ કરી હતી અને નદીકિનારે તેમના કપડા દેખાયા હતા. બાળકો નદીમાં ડૂબી ગયાનું અનુમાન પરિવારજનોએ લગાવીને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ બાળકોના મૃતદેહને નદી માંથી બહાર કાઢ્યા હતા.
ત્યારબાદ પોસ્ટ મોર્ટમ માટે બાળકોના મૃતદેહને મોકલવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક સાથે ત્રણ સગાભાઇઓના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. જ્યારે એકસાથે ત્રણેય બાળકોની અર્થી ઉઠી ત્યારે આખું ગામ હિબકે ચડયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment