સમગ્ર દેશભરમાં છેલ્લા થોડા દિવસોથી સારો વરસાદી માહોલ જામ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિ સર્જાય છે. રાજસ્થાનના ટોંકમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે અને અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે.
વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે. ભારે વરસાદના કારણે ગામમાં ઘરની અંદર પણ પાણી ઘુસી ગયા છે. જેના કારણે ત્યાંની જનતા ખૂબ જ પરેશાન થઈ ગઈ છે. ત્યારે પાણીના જોરદાર પ્રવાહમાં ટ્રેક્ટર પાણીમાં તણાઈ રહ્યું છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ટ્રેક્ટર પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે ફસાયું હોય છે. આ દરમિયાન ટ્રેક્ટર ઉપર કેટલાક લોકો સવાર હતા. ત્યારે અચાનક જ ટ્રેક્ટર અને ટ્રોલી બંને પાણીમાં તણાવા લાગે છે. તેથી ટ્રેક્ટર અને ટ્રોલીમાં બેઠેલા તમામ લોકો તાત્કાલિક નીચે ઉતરી જાય છે.
અને જોતજોતામાં તો કાગળિયાની હોડીની જેમ ટ્રેક્ટર અને ટ્રોલી પાણીમાં તણાઈ જાય છે. ત્યાં ઊભેલા એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર પાણી lમાં તણાયેલા ટ્રેક્ટર લગભગ 10 મીટર દૂર શેરીના કાંઠે અટકી ગયું હતું.
વરસાદ ઊભો રહી ગયો અને ત્યારબાદ સ્થાનિક લોકોએ ટ્રેક્ટર અને ટ્રોલી પાણીમાંથી બહાર કાઢયું હતું. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકો ચોંકી ઉઠયા છે.
પાણીના જોરદાર પ્રવાહમાં ટ્રેક્ટર અને ટ્રોલી તણાયું, ટ્રેક્ટર પર બેઠેલા લોકો સાથે થયું એવું કે – જુઓ વિડિયો… pic.twitter.com/DZWyF9xReU
— GUJJU ROCKZ (@gujju_rockz) June 20, 2022
થોડાક દિવસો પહેલા પણ આસામમાં આવો જ એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં એક આખું મકાન પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું હતું. તે વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment