નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ખેડૂત આંદોલન દિવસે-દિવસે ઉગ્ર બની રહ્યું છે જેમાં હવે ખેડૂત આંદોલન હિંસક બની રહ્યો હોય તેવું પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહ્યું છે.પંજાબમાં રિલાયન્સ જીયોના ટાવરને નુકસાન પહોંચાડવાના સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જે ટાવરને JIO ના સમજીને ખેડૂત આંદોલનકારીઓ નુકસાન પહોંચાડી રહ્યા છે તે સમગ્ર કારોબાર રિલાયન્સે આ વર્ષે કેનેડાની એક કંપનીને વેચી ચુક્યો છે.
માહિતી મુજબ, પંજાબમાં જીઓ ના લગભગ 1500 જેટલા ટાવરને નુકસાન પહોંચ્યું છે.જેના કારણે સમગ્ર રાજ્યમાં ઘણી જગ્યાએ સેવાઓ ખોરવાઈ છે. સેલ્યુલર ઓપરેટસ એસોસિયન ઓફ ઇન્ડીયા રાજ્ય સરકાર પાસે ટાવરની સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે.ખેડૂતો માટે વાત જાહેર કરવામાં આવી રહી છે કે નવા ખેડૂત દિલના લાભ મોટા ઉદ્યોગકારોને અને ખાસ કરીને મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની થશે.
જેથી ખેડૂતો ઉગ્ર બનવાની સ્થિતિમાં દેશભરમાં ગામડાઓ અને નગરોમાં ફેલાયેલા રિલાયન્સ જિયોની સંપત્તિ નિશાના પર લઈ ચૂક્યા છે. હકીકતમાં કેનેડિયન કંપની બૂકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ એલપીએ.
રિલાયન્સ જિયો ના ટાવર બિઝનેસમાં સો ટકા હિસ્સો આશરે 25,215 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને જીયોના દેશભરમાં લગભગ 1,35,000 જેટલા ટાવર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment