કોંગ્રેસ દ્વારા રાજ્યની 6 મહાનગર પાલિકાની ઉમેદવારોના નામની જાહેરાત ધીરે ધીરે કરવામાં આવી રહી છે. સુરત અને રાજકોટ મહાનગરપાલિકાના કેટલા ઉમેદવારો ની યાદી શુક્રવારે સાંજે જાહેર કરવામાં આવી હતી.ઉમેદવારોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને ખાસ્સા.
એવા પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકર ધાર્મિક માલવિયાને ટિકિટ આપવામાં આવી છે.કોંગ્રેસ ની જાહેરાત પ્રમાણે પાટીદાર અનામત આંદોલનના ચહેરા પૈકીનો એક ધાર્મિક માલવિયાને કોંગ્રેસની ટિકિટ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડશે.
સુરતના વોર્ડ નંબર ત્રણ માંથી પાસ ના કાર્યકર્તા ધાર્મિક માલવયા અને કોંગ્રેસે ટિકિટ આપી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર 3 વરાછા-સરથાણા-સીમાડા વોર્ડ પાટીદારોનો ગઢ છે અને પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા.
અલ્પેશ કંથારિયા ની નજીક મનાતા ધાર્મિક માલવયા સાથે ફોર્મ ભરવા માટે તેઓ પહોંચ્યા હતા.ગુજરાત રાજ્યમાં 6 મહા નગરપાલિકાની ચૂંટણી આવનારી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે.
ત્યારે કોંગ્રેસ દ્વારા સુરતના વોર્ડ નંબર ત્રણ પૈકી ધાર્મિક માલવિયાને ટિકિટ આપવામાં આવી છે. ધાર્મિક માલવીયા એ પાટીદાર અનામત આંદોલન સમયનો ઉજળો ચહેરો છે. ધાર્મિક માલવિયા ને હાર્દિક પટેલ અને અલ્પેશ કંટારીયા નો ખુબ જ નજીકનો કાર્યકર્તા કરવામાં આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment