સુપ્રીમ કોર્ટે સોમવારે રાજસ્થાનની 36 હજાર બિન સહાયિત ખાનગી શાળાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક 15 ટકા ઓછી ફી વસુલે.આ ચુકાદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફિસ ની ચુકવણી ન થવા પર ક્લાસમાં સામેલ થવાથી ન રોકી શકાય.
સાથે જ તેમનું પરીક્ષાનું પરિણામ પણ રોકી શકાય. સુપ્રીમે રાજસ્થાન હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે જેમાં રાજસ્થાન વિદ્યાલય કાયદા 2016 અને સ્કૂલોમાં ફી નકકી કરવા અંગેના કાયદા અંતર્ગત બનાવવામાં આવેલા નિયમ ની માન્યતા આપવામાં આવેલ આ પડકારને ફગાવી દેવામાં આવ્યો હતો.
જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરી ની પીઠ 128 પેજના પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ અથવા વાલીઓ દ્વારા ફીની ચૂકવણી છ સમાન હપ્તા માં કરવામાં આવશે.
બેંચે કહ્યુ કે તે વાતને પણ નકારી ન શકાય કે મહામારી ના કારણે લાગુ સંપૂર્ણ લોકડાઉન ના કારણે અભૂતપૂર્વ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. જસ્ટિસ ખાનવિલકરે ચુકાદામાં ઉલ્લેખ કર્યો કે આ પ્રકાર ના આર્થિક સંકટમાં મોટી સંખ્યામાં લોકોએ નોકરીઓ ગુમાવી.
આ ચુકાદામાં કહેવામાં આવ્યું અપિલકર્તા પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સત્ર 2020-21 માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ માં ન લેવામાં આવેલી સુવિધાઓને ધ્યાનમાં લેતા ફી 15 ટકા ઓછી લેવામાં આવે.
જો સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓને દ્વારા ઉપયોગમાં ન લેવામાં આવેલી સુવિધાઓને ધ્યાનમાં લેતા ફી 15 ટકા ઓછી લેવામાં આવે.જો સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓને વધુ છૂટ આપવા માગે તો આપી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment