ગરમીમાં શેકાવા થઈ જાઓ તૈયાર, બે દિવસમાં તાપમાનનો પારો જશે આટલો ઊંચો.

103

અમદાવાદમાં આગામી બે દિવસ ફરી ગરમીમાં વધારો થઈ શકે છે અને તાપમાન 42 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. આ દરમિયાન આવતીકાલે બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સોમવારે દિવસ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી બે દિવસ બાદ અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રીથી વખતે તેની સંભાવના છે.

41 દીકરી સાથે આજે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર રાજ્યના સૌથી ગરમ સિટી બની રહ્યા હતા. આજે રાજ્યમાંથી અન્ય વડોદરામાં 40.6.

કેશોદમાં 40.4, ગાંધીનગર ભુજમાં 40.2, વિદ્યાનગરમાં 39.9, ભાવનગરમાં 38.9 અને સુરતમાં 36.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં હાલમાં પશ્ચિમ થી ઊત્તર પશ્ચિમ દિશામાં પવન છે. આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન મહત્તમ.

તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. રાજ્યમાં મંગળવાર બાદ વરસાદની સંભાવના નથી અને બુધવાર થી સૂકું વાતાવરણ રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!