ગુજરાત રાજ્યમાં હાઇકોર્ટ દ્વારા માસ્ક નહિ પહેરનારને કોવીડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવાના આદેશ મુદ્દે ગુજરાતની રૂપાણી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત રાજ્યમાં હાઈકોર્ટના આદેશ પર એક સ્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોરોના પોઝિટિવ દર્દીઓ ના ઘરની બહાર કોરોના પોઝિટિવ નું પોસ્ટર લગાવું ન જોઈએ અને કેન્દ્રે જણાવ્યું કે કોરોના પોસ્ટર ચોટાડવાની કોઈ વાત કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મા નથી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રની માર્ગદર્શિકાનું પાલન થાય અને તે માટે આદેશ આપતા જણાવ્યું કે, લોકો ગમે ત્યાં થૂંકી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર શું કરી રહી છે અને સામાજિક મેળાવડા ને લઈને પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. રાજ્યની બધીજ જનતા માટે માસ્ક પહેરવું ફરજીયાત છે.
ગુજરાત સરકારે ગુજરાતમાં હાઇકોર્ટના માસ્ક નહિ શહેરના લોકોને covid સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરાવવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
રાજ્યમાં તમામ લોકોમાં માસ્ક પહેરે અને ન પહેરનારને કોમ્યુનિટી સર્વિસના હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમે સ્ટે આપ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment