સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના સોમવારના રોજ ભરતપુરની મેડિકલ કોલેજની હોસ્ટેલમાં બની હતી. મૃત્યુ પામેલો યુવક અલવર જિલ્લાના બાંસુરનો રહેવાસી હતો.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના મિત્રોએ જણાવ્યું કે, તેનું MBBS આવતા વર્ષે પૂરું થવાનું હતું અને તે ડોક્ટર બની જવાનો હતો. ખબર નહિ તેને એવું તો શું થયું હશે કે તેને આ પગલું ભરી લીધું. મૃત્યુ પામેલા યુવકનું નામ સુરેન્દ્રનગર હતું. સોમવારના રોજ બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ તેને પોતાની રૂમમાં શાલ વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટનાની જાણ બાકીના વિદ્યાર્થીઓને થતા દરવાજો તોડીને સુરેન્દ્રને નીચે ઉતાર્યો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સુરેન્દ્રને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ વિદ્યાર્થીના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને લઈને અન્ય વિદ્યાર્થીઓનું જણાવવું છે કે જ્યારે અમે સુરેન્દ્રને નીચે ઉતાર્યો ત્યારે તે શ્વાસ લઈ રહ્યો હતો. પરંતુ અમે હોસ્પિટલમાં પહોંચી અને તેને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થયું હતું. સુરેન્દ્રએ વર્ષ 2018માં ભરતપુર મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. 10 ડિસેમ્બરના રોજ સુરેન્દ્ર પોતાના ઘરે ગયો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, સુરેન્દ્ર ઘરે આવ્યો ત્યારે તે એકદમ ઠીક હતો અને બધા સાથે હસતો ખેલતો હતો.
સોમવારના રોજ સુરેન્દ્રનું બાળ રોગનું પ્રેક્ટીકલ હતું અને પ્રેક્ટીકલ આપીને તે પોતાની રૂમમાં આવ્યો હતો. પછી તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. વિદ્યાર્થીએ શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રની બાયપોલાર ડિસિઝનની સારવાર ચાલી રહી હતી.
તે એન્ટી સાયકોટિક્સ પર હતો. તે ગભરાટ અને ડિપ્રેશનનો પણ શિકાર હતો. જેના કારણે તેના વર્તમમાં વારંવાર ફેરફાર અને ઉત્તર જણાવતા હતા. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિપ્રેશનના કારણે તેને આ પગલું ભર્યું હશે. તેની સાથે ભણી રહેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તે પ્રેક્ટીકલ પરીક્ષા આપવા તો આવ્યો હતો પરંતુ પરીક્ષા આપ્યા વગર પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો અને ગળાફાંસો ખાઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment