આજકાલ દિવસેને દિવસે ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે તેઓ જે કિસ્સો ગવાલિયર નો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ગવાલિયરમાં સાવકી માતાએ દસ વર્ષના પુત્રના જમવામાં ઝેર આપી દીધું. પુત્રની હાલત બગડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ હોસ્પિટલમાં બાળકનું મૃત્યુ થયું હતું. આ વાતને ગોળ ગોળ ફેરવવા માટે સાવકી માતાએ સૌપ્રથમ કહ્યું કે તેણે જાતે જ ઝેરીલો પદાર્થ ખાય ને પોતાનો જીવ ટૂંકો કરી લીધો હશે. અને ત્યાર બાદ કહ્યું કે તેને સાપે ડંખ લગાવ્યો હશે.
સાવકી માતા નું આ પગલું ભરવા પાછળનું એક જ કારણ એ છે કે પુત્રના નામે 18 લાખ રૂપિયાની FD હતી. આ ઉપરાંત સાવકી માતાએ પોલીસની સામે કબૂલ કર્યું કે પુત્રને ઝેરને જ દીધું હતું. ગવાલિયર ના રહેવાસી રાજુભાઈ નામના વ્યક્તિના 10 વર્ષીય પુત્ર નિતીન ની 23 સપ્ટેમ્બર ના રોજ જમ્યા પછી તબિયત બગડી ગઈ હતી.
નિતીન અને વારંવાર ઉલટી થઇ રહી હતી તેથી તેને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે 24 સપ્ટેમ્બર ના રોજ નિતીન નું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને સાવકી માતાએ નીતિનના પિતાને કહ્યું હતું કે નિતીન એ જાતે ઝેરીલો પદાર્થ ખાઈ લીધો હશે.
અને ત્યારબાદ સાપ કરડવાથી મૃત્યુ થયું છે તેવું કીધું હતું. નિતીન ના મૃત્યુ પાછળ ડોક્ટરનું કહેવું હતું કે નિતીન અને ઝેર આપવામાં આવ્યું છે.ત્યાર બાદ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસને નિતીન ની સાવકી માતા પર શંકા થઈ.
આ ઉપરાંત પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સાવકી માતાને નીતિને ગમતો નથી. અને ત્યારબાદ પૂછપરછમાં સાવકી માતાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે ખોરાકમાં ઝેર નાખીને નિતીન ને ખવડાવી દીધું હતું. રવિવારના રોજ નિતીન ની સાવકી માતાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment