દેશમાં કોરોના ની બીજી લહેર માં મોટાભાગના રાજ્યોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા તેવામાં ગુજરાત રાજ્યમાં ખૂબ જ ઘાતક હતી તેના કારણે ઘણા બધા વધુ કડક પ્રમાણમાં પ્રતિબંધ લગાવ્યા હતા. જેના કારણે કેટલાય જોવાલાયક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
ગુજરાતમાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોના કેસો ઘટી રહ્યા છે તેના કારણે આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવા માટેનો નિર્ણય લીધો છે.
પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે ઓનલાઇન અને ઓફલાઈન બંને જગ્યાએ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થતા જ પ્રથમ દિવસે ઓનલાઇન ના માધ્યમથી અંદાજે 209 ની નવી ટીકીટ બુકિંગ થાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જનાર પ્રવાસીઓને કોરોના ના તમામ નિયમોનું પાલન કરવું પડશે નહીં કરે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
હવે રાજ્યમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે બીજા ફરવા લાયક સ્થળો પણ ખોલી દેવામાં આવશે એની તે બધા સ્થળો ધીમે ધીમે કોરોના પ્રોટોકોલ પ્રમાણે ખોલવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment