શરદ પવાર પર શિવસેનાએ આપ્યું એવું નિવેદન કે મહારાષ્ટ્રમાં નવા-જૂની થવાનાં એંધાણ, જાણો વિગતે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શરદ પવાર ના ડ્રીમ પ્રોજેક્ટ પર અચાનક જ રોક લગાવી દીધી છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણી હલચલ થઇ છે. શરદ પવારના ડ્રીમ પ્રોજેક્ટમાં કેન્સરના દર્દીઓ માટે આવાસ યોજના બનાવી રહ્યા હતા.

જેના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એ રોક લગાવી દીધી છે. રોક લગાવ્યા બાદ લોકોનું કહેવું છે કે ગઠબંધન વાળી મહારાષ્ટ્ર સરકાર મતભેદ હદે આવી ગઈ છે.

આ ઉપરાંત વિપક્ષ દ્વારા દિલ્હીમાં શરદ પવારના ઘરે એક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં શિવસેનાની આમંત્રણ ન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલામાં શિવસેનાના નેતા સંજય રાવતે કહ્યું કે શરદ પવાર મોટા નેતા છે.

જેથી તેમનું મળવા માટે બધા જ નેતાઓ જતા હોય છે. ઉપરાંત કહ્યું કે આ બેઠકને લઈ ને કોઈ ફાયદો નથી થયો. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે કોંગ્રેસના નેતા શરદ પવાર અને શિવસેના વચ્ચે મતભેદો વધી ગયા છે.

આ ઉપરાંત શિવસેનાના ધારાસભ્ય દ્વારા શરદ પવારના ડ્રીમ પ્રોજેક્ટ મુદ્દે વાંધો ઉઠાવ્યો છે.  તેમને કહ્યું કે એના કારણે સ્થાનીય લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. આ ડ્રીમ પ્રોજેક્ટ પર રોક લગાવ્યામાં આવ્યો છે.

તેના પર ભાજપના ધારાસભ્ય અતુલ નિવેદન આપ્યું કે સત્તાના સંઘર્ષમાં હવે માણસાઈ પણ મરી પરવારી છે. તેમને કહ્યું કે આ વાત પરથી સાબિત થાય છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જ શરદ પવાર નું  જરા પણ માન નથી આપતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*