ગુજરાતમાં કોરોના એ ફરી એકવાર માથું ઉંચક્યું છે. કોરોના ની સાથે સાથે તેના નવા સ્વરૂપ ના કેસમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે ત્યારે હવે આગામી સમયમાં ગુજરાત સરકાર આ મહામારી સામે લડવા કેટલી સજ્જ છે તે આવનારો સમય જ બતાવશે.
ગુજરાતમાં તરૂણોને કોરોના રસી આપવાની કામગીરી પૂરી ઝડપે ચાલી રહી છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
શાળામાં કોરોના વધતા કેસના કારણે શાળા ઓફલાઇન ચાલુ રાખવી કે કેમ તે અંગે પણ કડક નિર્ણય લેવાઈ શકે છે. 10 જાન્યુઆરી પછી શાળાઓ શરુ રાખવી કે નહિ તે અંગે નિર્ણય લેવાઈ શકે છે.
મહાનગરોમાં રાત્રી કરફ્યુ ની અવધિ વધારી શકાય છે.ધોરણ 1 થી 8 ના વર્ગો ઓનલાઈન કરી શકાય છે. સાર્વજનિક સ્થળો પર કડક નિયંત્રણો લાગી શકે છે. આવનારા તહેવારો પર પણ ગ્રહણ લાગી શકે છે. સામાજિક મેળાવડા પર પ્રતિબંધ લાગી શકે છે.
ગુજરાતમાં કોરોનાના સંક્રમણની સાથે કોરોના વાયરસ ના નવા સ્વરૂપ ના કેસો ની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહીછે. છેલ્લા 24 કલાકમાં 3350 કેસ સામે આવતા સમગ્ર રાજ્યમાં ફફડાટ મચી જવા પામ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ સામે સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 690 કોરોના કેસ તો વડોદરામાં 181 કેસ અને રાજકોટમાં 159 કોરોના કેસ સામે આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment