ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે-ત્રણ દિવસમાં જ રાજ્યના શહેરોમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગનું કહેવું છે કે 17 થી 18 જૂનની આસપાસ રાજ્યમાં માં ચોમાસુ બેસી શકે છે. આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે તેવી આગાહી છે.
જેમાં સુરત, નર્મદા, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે તેવી આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ આગાહી મુજબ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં 18 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને અમદાવાદમાં વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતા દેખાતી નથી.
રાજ્યમાં 14 અને 15 જૂનની વરસાદની વાત કરીએ તો સુરત, વલસાડ, અમરેલી, નર્મદા, પોરબંદર, જુનાગઢ, તાપી, ગીર સોમનાથ, નવસારી અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે.
17 જૂન એ રાજ્યમાં તાપી, ડાંગ, અમરેલી, સુરત, પાટણ, સાબરકાંઠા, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, દીવ અને કચ્છમાં વગેરેમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં અમદાવાદ શહેરમાં 15 જૂન સુધીમાં વરસાદના કોઇ પણ પ્રકારના એંધાણ દેખાતા નથી અને અમદાવાદ શહેરમાં ગરમી દિવસેને દિવસે વધી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment