કોરોના ના કેસો વધતા છેલ્લા દોઢ વર્ષ થી સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં સરકારે ધોરણ 6 થી 12 ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરી છે તેની સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. કોરોના મહામારી ના કારણે બાળકોના શિક્ષણ પર મોટી અસર થતી હોવાથી
સીબીએસસી બોર્ડ દ્વારા 30 ટકા કોર્સ ઘટાડવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ કોર્સ ઘટાડવા ગત વર્ષે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી.એની માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી. પરંતુ ડિસેમ્બર મહિનામાં ફોર્મ ભરવાનો સમય પણ નજીક આવ્યો છે.
ત્યારે કોર્સ ક્યારે ઘટસે તેની વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે. વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને કોર્સ ઘટાડવા માટે પત્ર લખવામાં આવ્યો છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ને પત્ર લખીને જણાવ્યું કે દેશભરમાં 20 મહિના થી કોરોના મહામારી ચાલી રહી છે અત્યારે ગુજરાતમાં ફરીથી કોરોના ના કેસ વધી રહા છે.
ભારત દેશ ના શિક્ષણ વિભાગ દ્વારા CBSE બોર્ડ માં 30 ટકા કોર્સ ઘટાડવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ પર ભારણ ઓછું પડે. શિક્ષણ મંત્રી 30 ટકા કોર્સ ઘટાડવાની જાહેરાત કરે તેવી અમારી ભલામણ છે. આ કોષ ઘટાડવા માટે નિર્ણય લઈને એક અઠવાડિયામાં જાહેરાત કરવામાં આવે છે જેથી બોર્ડ પણ તે રીતે કોર્સ નક્કી કરીને પરીક્ષા લઇ શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment