ડુંગળીના વધતા ભાવ વચ્ચે ગોવા સરકારે મોટો નિર્ણય લીધો છે.1045 મેટ્રિક ટન ડુંગળી ખરીદીને ગોવા સરકાર 3.5 લાખ રાશન કાર્ડ ધારકોને ઓછા ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવાશે. નાગરિક પુરવઠા વિભાગના નિર્દેશક સિદ્ધિવિનાયક નાઈકે કહ્યું કે, સરકારે આ આદેશ નાસિક સ્થિત ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ એસોસિએશન ને આપ્યો છે. ગોવા સરકાર 3.5 લાખ રાશનકાર્ડ ધારકોને ત્રણ કિલોગ્રામ ડુંગળી ઉપલબ્ધ કરાવાશે.
જાહેર વિતરણ વ્યવસ્થા નેટવર્ક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.હજુ ગોવામાં ડુંગળી 70-80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના ભાવે વેચાઇ રહી છે.ગોવામાં ડુંગળીની કિંમત વધવા પર મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે કહ્યું કે,ભારતીય રસોઈ માટે જરૂરી સામગ્રી ડુંગળીને રાજ્ય જાહેર વિતરણ વ્યવસ્થા.
નેટવર્ક દ્વારા સસ્તી કિંમતોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.દરેક રાશન કાર્ડ ધારકોને 32-33 રૂપિયા પ્રતિ કિલોગ્રામ માં દરે ત્રણ કિલોગ્રામ આપવામાં આવશે.
આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને મગફળી અને કપાસ જેવા ઘણા બધા પાકમાં ઘણું બધું નુકસાન થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment