મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વધતા કેસો વચ્ચે ઉત્તરપ્રદેશમાં પણ કોરોના કેસોએ ચિંતા વધારી છે. સરકારે રાજ્યમાં અઠવાડિક લોકડાઉન ની અવધિ વધારવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાઈ રહ્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગઈકાલે 29824 કેસો નોંધાયા છે. કોનાથી થનાર મૃત્યુદર પણ ઘટયો છે અને 24 કલાક દરમિયાન 266 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
આપને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશમાં લોકડાઉન હવેથી શુક્રવારે રાત્રે 8:00 થી મંગળવારે સવારે 07:00 સુધી લાગુ રહેશે. પહેલા લોકડાઉન સોમવારે સવારે સાત વાગ્યે સમાપ્ત થઇ જતું હતું.
પરંતુ રાજ્યમાં કોરોના વધી રહેલા કેસને જોતા સરકારે અઠવાડિયામાં ત્રણ દિવસ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. પ્રયાગરાજ માં સૌથી વધુ 21 લોકોના મોત થયા છે જ્યારે લખનઉ અને કાનપુરમાં 13-13 લોકોએ જીવ ગુમાવ્યો છે.
અને વારાણસીમાં 14 તથા ગાઝિયાબાદ અને નોએડામાં 12-12 લોકોના મૃત્યુ થયા છે.મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ તે 10 રાજ્યમાં સામેલ છે જ્યાં કોરોના થી થનારા મોતના 79 ટકા મામલા સામે આવે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 3647 લોકોએ જીવ ગુમાવ્યો છે જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે મોત છે. આ સાથે મરનારાની સંખ્યા 204,812 પર પહોંચી છે. છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ તે 10 રાજ્યોમાં સામેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment